તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 14 year old Parth Sent A Sketch Of The Prime Minister, PM Modi Wrote A Letter Praising Him, A Sketch Has Been Made In 6 Days From Graphite In The Size Of A4 Paper.

પ્રશંસા:14 વર્ષના પાર્થે વડાપ્રધાનનો સ્કેચ બનાવી મોકલ્યો, PM મોદીએ પત્ર લખી પ્રશંસા કરી, A4 પેપરની સાઈઝમાં સંપૂર્ણ રીતે ગ્રેફાઈટથી 6 દિવસમાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 4 વર્ષમાં રોનાલ્ડો, ધોની, કોહલી અને રોક જેવા સેલિબ્રિટીના 50થી વધુ સ્કેચ બનાવ્યા

શહેરના 14 વર્ષના વિદ્યાર્થી પાર્થ ગાંધીએ વડાપ્રધાન મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે તે સ્કેચ વડાપ્રધાનને મોકલ્યો હતો. PM મોદીને સ્કેચ મળ્યા બાદ વડાપ્રધાને પાર્થને કેનવાસ પર કલ્પનાઓ મુકવાની અદ્ભુત ક્ષમતાની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો. પાર્થ ગાંધી હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરે છે. હાલમાં દરેક વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં સમયનો સદ્ઉપયોગ કરી પાર્થે પીએમ મોદી સહિત કોહલી, ધોની, રોનાલ્ડો, રોક જેવા સેલિબ્રિટીના 50થી પણ વધુ સ્કેચ તૈયાર કર્યા છે. અને આ સ્કેચ તેે વિડીયો જોઈને શીખ્યો હતો.

સોશિયલ મીડિયા પરથી સ્કેચ બનાવતા શીખ્યો
હું 10 વર્ષનો હતો ત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને સ્કેચ બનાવતા શીખ્યો હતો. પહેલા પરિવારના સભ્યોના સ્કેચ બનાવતો હતો. ત્યારબાદ વિવિધ સેલિબ્રિટિના સ્કેચ બનાવ્યા. જેમ કે રોનાલ્ડો, રોક,ધોની, કોહલી. અત્યાર સુધી 50 જેટલા સ્કેચ તૈયાર કર્યા છે. લોકડાઉનમાં ફ્રી ટાઈમ મળ્યો હતો. વિચાર આવ્યો કે વડાપ્રધાન મોદીનું પેઈન્ટિંગ બનાવું. જેથી સોશિયલ સાઈટ પરથી ફોટો લઈને તેના પરથી સ્કેચ બનાવ્યું છે. જે સ્કેચ તૈયાર કરતા 5થી 6 દિવસનો સમય લાગ્યો હતો. આ સ્કેચ A4 સાઈઝમાં સંપૂર્ણ રીતે ગ્રેફાઈટથી તૈયાર કર્યું છે. - પાર્થ ગાંધી, વિદ્યાર્થી

વડાપ્રધાને પત્ર લખી પ્રશંસા કરી
વડાપ્રધાન મોદીને સ્કેચ મળ્યા બાદ પાર્થને એક પ્રશંસા પત્ર લખ્યો હતો. જેમાં પાર્થની પ્રશંસા કરતા મોદીએ લખ્યું હતું કે, તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મુકવાની અદ્ભુત ક્ષમતા છે. તમે ભવિષ્યમાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચશો.

અન્ય સમાચારો પણ છે...