તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પોલીસે મેમો આપતા 14 વર્ષનો સગીર ડરથી નવસારી ભાગ્યો, નવસારીમાં રાત વિતાવી 24 કલાકે ડેપોમાંથી મળ્યો

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગોપીપુરામાં રહેતા દૂધના વેપારીનો 14 વર્ષીય પુત્ર સોમવારે સાંજે ઘરેથી શાકભાજી લેવા મોપેડ પર નીકળી આંટો મારવા જતા રસ્તામાં અઠવા પોલીસે વાહન ચેકિંગમાં અટકાવ્યો હતો. પછી ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાને કારણે મોપેડ જમા લઈ સગીરને મેમો આપી દીધો હતો. મોપેડ જમા લેતા માતા-પિતાની બીકને કારણે સગીરે ઘરે જવાને બદલે ક્યાંક ચાલી નીકળ્યો હતો. મોડીરાત સુધી ઘરે આવ્યો ન હતો. આથી પિતા અઠવા પોલીસ સ્ટેશને મોડીરાતે ગયા હતા. પુત્ર મોપેડ લઈ નીકળ્યો હોવાની વાત પીઆઈ કોરાટને પિતાએ કરી હતી. આથી સ્ટાફને બોલાવી જમા કરેલી ગાડી-મેમો ચેક કરાવ્યા હતા.

જેમાં મોપેડ જમા લઈ મેમો આપ્યો હોવાનું બહાર આવ્યું, પછી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં સગીર મેમો લઈ બહાર જતો દેખાય છે. આ ઘટનાને કારણે અઠવા પોલીસે આખીરાત સગીરને શોધવામાં કામે લાગી હતી. માતા-પિતા મોપેડ મળી ગઈ હોવાનો મેસેજ પણ કર્યો છતાં પુત્ર જવાબ આપતો ન હતો.

બીજી તરફ સ્થાનિક યુવકે સગીરનો મોબાઈલ જોતા પરિવારને જાણ કરી હતી. મંગળવારે સાંજે નવસારી બસ સ્ટેન્ડ પરથી નવસારી ટાઉન પોલીસને સગીર નવસારી ડેપોથી મળી આવ્યો હતો. જેથી પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી પોલીસે સગીરને પિતાને સોંપાયો હતો. પછી મંગળવારે અઠવા પોલીસ સ્ટેશને લાવી નિવેદનો લેવામાં આવ્યા હતા. વધુમાં સગીરના પિતા દૂધનો વેપાર કરે છે અને સગીર ઈંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો