સુરતની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ પરિવારની દીકરી પર જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. સમાપરવીન, 14 વર્ષની બાળકીને લિવરની નળીઓની તકલીફ હતી. જેના લીધે તેનો ગરીબ પરિવાર ખૂબ ચિંતિત હતો. તેના પરિવારમાં માનસિક રીતે અસરગ્રસ્ત એવા તેના પિતાજી શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ તેને બડ ચીઆરી સિંડ્રોમ (Budd Chiari Syndrome)નામની બીમારી છે. તેની સારવાર માટે તેનો પરિવાર ઘણાં બધાં રાજ્યોની સરકારી હોસ્પિટલમાં જઈ આવ્યાં હતાં. પરંતુ આર્થિક અસગવડતા અને પૂરી સમજણ ન હોવાના લીધે કોઈ પણ હોસ્પિટલમાં પૂરી સારવાર શક્ય બની નહોતી.
ચર્ચા વિચારણા બાદ ઓપરેશન નક્કી થયું
3 વર્ષ પહેલાં તેઓ સ્મિમેર હોસ્પિટલનાં ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટમાં આ રોડ માટેની સારવાર માટે આવ્યાં હતાં, ત્યારે પણ પૂરી સમજણના અભાવે તેઓની સારવાર થઈ નહોતી. ત્યાર પછી, તેના પરિવાર માટે સમાજ સેવિકા જાગૃતિબેન અને એમનાં પતિએ ઇન્ટરવેંશનલ રેડિઓલોજીનાં ડો. જીગર આઈયા અને ડો. પરેશ પટેલની સાથે મુલાકાત કરી તેમની પરિસ્થિતિ, રોગ અને સારવાર માટેનાં ઓપરેશનની ચર્ચા વિચારણા થયા પછી ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
નળીને ખોલી સ્ટેન્ટ મૂકાયો
આ ઓપરેશનમાં વર્ષોથી બંધ પડેલી લિવરની નળી ને ખોલી ને ત્યાં સ્ટેન્ટ મૂકવાનો હતો જે એક ખર્ચાળ ઓપરેશન હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલ માં અંદાજીત 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. સ્મીમેર હોસ્પિટલ ના ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટમાં આ ઓપરેશન શક્ય હતું પરંતુ આ ઓપરેશન માં વાપરવાના સાધનો જેવા કે કેથેટર, વાયર, બલૂન અને સ્ટેન્ટ ની કિંમત જ ઘણી બધી હોય છે. આ સાધનો બનાવતી કંપનીઓ, ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટ અને જાગૃતિબેન તરસરિયા ની સહાય થી આ ઓપરેશન સફળતાપૂર્વક સામાન્ય ખર્ચમાં શક્ય બન્યો.આજે સમાપરવિન ઓપરેશન નાં 15 દિવસ પછી કોઈ પણ જાતની તકલીફ વગર તંદુરસ્ત છે.
કાપકૂપ કે ટાંકા વગર પણ સર્જરી થાય છે
ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટ માત્રને માત્ર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સંપૂર્ણપણે કાર્યરત છે. ગુજરાતની કોઈ પણ સિવિલ કે મ્યુનિસિપલ કોર્પરેશનની હોસ્પિટલમાં ઇન્ટરવેંશનલ રેડીઓલોજીની સુવિધા નથી.ઇન્ટરવેંશનલ રેડીઓલોજીએ રેડીઓલોજી વિભાગની સુપર સ્પેશિયલાટી શાખા છે. જેમાં કોઈ પણ જાતની કાપકૂપ કે ટાંકા લીધા વગર આવા જટિલ ઓપરેશન થઇ શકે છે.
પરિવારને સમજણ આપી કરાયું ઓપરેશન
સમા પરવીન નામની કિશોરીનો પરિવાર 3 વર્ષ પહેલાં સ્મીમેરનાં ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટમાં આ રોગની સારવાર માટે આવ્યું હતું. જોકે, પૂરતી સમજણના અભાવે સારવાર થઈ શકી ન હતી. બાદ પરિવારનો સંપર્ક ઇન્ટરવેંશનલ રેડિઓલોજીનાં ડો. જીગર આઈયા અને ડો. પરેશ પટેલ સાથે થયો હતો. રોગ અને સારવાર માટેનાં ઓપરેશનની ચર્ચા વિચારણા થયા પછી ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
કાપકૂપ કે ટાંકા વગર પણ સર્જરી થાય છે
ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટ માત્રને માત્ર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સંપૂર્ણપણે કાર્યરત છે. રાજ્યોની અન્ય સિવિલોમાં સુવિધા નથી. ઇન્ટરવેંશનલ રેડીઓલોજીએ રેડીઓલોજી વિભાગની સુપર સ્પેશિયાલિટી શાખા છે. જેમાં કોઈ પણ જાતની કાપકૂપ કે ટાંકા લીધા વગર આવા જટિલ ઓપરેશન થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.