સચિન જીઆઇડીસી પોલીસે 11 અને સચિન પોલીસે 3 મળી 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. વ્યાજખોરો 10થી 15 ટકા વ્યાજ લેતા હતા. શહેરમાં ગેરકાયદે વ્યાજ નાણાં ફેરવતા વ્યાજખોરોની ઉઘરાણીને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વડાની સૂચનાથી 5મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી સ્પે. ડ્રાઇવ આખા ગુજરાતમાં રાખવામાં આવી છે.
આ ડ્રાઇવના આધારે ગુરુવારે સચિન જીઆઇડીસી પોલીસે પોતાના વિસ્તારોમાં ખાસ કરીને નાના ધંધાદારીઓ, શાકભાજી પાથરણાં અને લારીવાળાઓ અને કટલરી સામાન વેચતા ધંધાદારીઓ પાસેથી 10થી 15 ટકા ઊચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરતા 11 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે વ્યાજખોરો પાસેથી કોરા ચેકો, ડાયરીઓ, લખાણો સહિતના ડોક્યુમેન્ટો કબજે કર્યા હતા. સચિન જીઆઇડીસી પીઆઈ જે.આર.ચૌધરીએ સ્ટાફ સાથે વ્યાજખોરોને પકડવા કાર્યવાહી કરી હતી. સચિન પોલીસે 3 વ્યાજખોર સામે કાર્યવાહી કરી હતી.
આ વ્યાજખોરો પર પોલીસે ગાળિયો કસ્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.