સુરતની 14 હજાર ધાત્રી માતાઓનું અનોખું દાન:13.83 લાખ મિલિ દૂધનું દાન કરી 11 હજાર બાળકોને નવું જીવન આપ્યું

સુરત18 દિવસ પહેલાલેખક: ભરત સુર્યવંશી
  • કૉપી લિંક
  • સ્મીમેર હોસ્પિટલે શરૂ કરેલા જશોદા પ્રોજેક્ટ હેઠળ દાનનો સીલસીલો યથાવત

શહેરની સ્મીમેર હોસ્પિટલમાં પ્રોજેક્ટ જશોદા હેઠળ શરૂ થયેલા ધાત્રી માતાઓના ધાવણના દાનનો સીલસીલો યથાવત રહ્યો છે. સ્મીમેરમાં વર્ષ 2008માં શરૂ થયેલી હ્યુમન બેંકમાં અત્યાર સુધીમાં 7665 માતાઓએ 7.12 લાખ એમએલ દૂધનું દાન કરી 5874 બાળકોને નવું જીવન આપ્યું છે. સિવિલમાં પણ વર્ષ 2019થી શરૂ થયેલી હ્યુમન મીલ્ક બેંકમાં પણ માત્ર 3 જ વર્ષમાં 7015 માતાઓએ 5.71 લાખ એમએલ દૂધનું દાન કરી 5951 બાળકોને નવુ જીવન આપ્યું છે. આમ શહેરની સ્મીમેર અને સિવિલ બંને મળીને કુલ 14680 જશોદા માતાઓએ 13.83 લાખ એમએલ હ્યમન મીલ્કનું ડોનેશન કરી 11825 બાળકોને પોષણ પુરૂ પાડ્યું છે.

હ્યુમન મીલ્ક બેંક શરૂ થઈ ત્યારથી ઉપરનું દૂધ આપતા નથી
સ્મીમેરમાં જ્યારથી હ્યુમન મીલ્ક બેંક શરૂ થઈ ત્યારથી માતા બીમાર હોય, માતાને દૂધ આવતું ન હોય, માતાનું અવસાન થયું હોય તેવા બાળકોને ઉપરનું દૂધ આપવાની જગ્યાએ માતાએ ડોનેટ કરેલા દૂધને પાશ્ચ્યુરાઈઝ કરી તે જ દૂધ નવજાત બાળકોને આપવામાં આવી રહ્યુ છે. દવા લેવા અથવા વેક્સિન લેવા આવનાર માતા સામેથી મીલ્ક ડોનેટ કરે છે.

હવે કેમ્પ કરીએ તો ડોનરની સંખ્યા મર્યાદીત કરવી પડે છે
સ્મીમેરના ડો. નિરાલી મહેતાએ જણાવ્યું હતું કે જાગૃતી વધી છે એના કારણે માતાઓ સામેથી આવે છે. માતાઓને દૂધ ડોનેટ કરવા કનવીન્સ કરીએ છીએ.

બાળકોને વેક્સિનેશન માટે આવે ત્યારે ડોનેટ કરે છે
ઘણી માતાઓ પોતાના બાળકોને વેક્સિનેશન માટે હોસ્પિટલમાં આવે છે. ત્યારે તેઓ સામેથી પોતાના દૂધનું દાન કરવાની તૈયારી દર્શાવે છે.

સ્મીમેર-સિવિલની હ્યુમન મીલ્ક બેંકમાં અત્યાર સુધીનું ડોનેશન

વિગતસ્મીમેરસિવિલ
ડોનર માતા76657015
ડોનેટ મીલ્ક (ml)712490571081
લાભાર્થી બાળકો58745951
અન્ય સમાચારો પણ છે...