ઘટસ્ફોટ:મજૂરીકામ માટે 14 કિશોરીઓએ બોગસ આધાર બનાવ્યા, રેલો ઝારખંડ પહોંચ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોર્યાસીના ભાજપના ધારાસભ્ય ઝંખના પટેલના પિતરાઈ ભાઈની ઝિંગા ફેકટરીમાં સગીરાની તપાસમાં નવો વળાંક
  • આધાર કાર્ડમાં જન્મ તારીખ નહીં પણ માત્ર વર્ષનો ઉલ્લેખ કરાયો હતો

ચોર્યાસીના ભાજપના ધારાસભ્ય ઝંખના પટેલના પિતરાઈ ભાઈની ઝિંગા ફેક્ટરીમાંથી શુક્રવારે એન.જી.ઓ અને કંટ્રોલ રૂમ મારફતે મળેલી ફરિયાદ આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં પલસાણા પોલીસે ઝારખંડ પોલીસ સાથે મળી તપાસ કરતા 14 યુવતીઓએ મજૂરી કામ કરવા માટે ઉંમરના પુરાવામાં આધારકાર્ડ મુકયો હતો.

ઝારખંડ પોલીસે વતનમાં સ્થાનિક પોલીસની મદદ લઈને આ આધારકાર્ડ વેરીફાઈ કરાવ્યા હતા. જેમાંથી 14 કિશોરીઓએ મજૂરી કામ કરવા માટે બોગસ આધારકાર્ડ ઝારખંડમાં બનાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જો કે ઝારખંડમાં કોની પાસે બનાવ્યો અને કોણે બનાવી આપ્યો તે અંગે ઝારખંડ પોલીસે તપાસ શરૂ કરી છે. આ 14 કિશોરીની ઉંમર લગભગ 16-17 વર્ષની છે. આધારકાર્ડમાં માત્ર જન્મ તારીખ નહિ પરંતુ વર્ષ લખવામાં આવ્યું હતું.

કુલ 30 કિશોરી અને યુવતીઓ કામ કરવા માટે આવી તે પૈકી 20 જુવેનાઈલ હોવાથી તેને ઝારખંડ પોલીસ લઈ ગઈ છે
વધુમાં પોલીસે જણાવ્યું કે, ઝારખંડ પોલીસે 14 કિશોરી ઉપરાંત જેના આધાર ઓરિજનલ છે અને તે જુવેનાઈલ છે તેવી 5 કિશોરી ઉપરાંત મંજુદેવી નામની મહિલા જે 30 જેટલી કિશોરી-યુવતીઓને સિવણ કામ કરવા માટે સુરત લાવી હતી.
બાદમાં તેણે અમિત નામના લેબર સાથે મળી પલસાણાની ઝિંગા ફેકટરીમાં મજૂરી કામ માટે રાખી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, કુલ 30 કિશોરી અને યુવતીઓ કામ કરવા માટે આવી તે પૈકી 20 જુવેનાઈલ હોવાથી તેને ઝારખંડ પોલીસ લઈ ગઈ છે સાથે મંજુદેવી જે એક સગીરાના અપહરણમાં સામેલ હતી તેને પણ પોલીસ લઈ ગઈ છે. જેથી આ મામલે હવે સગીરાઓના અપહરણ અને ડુપ્લીકેટ આધારકાર્ડનું રેકેટ બહાર આવે તેમ છે.

ઝારખંડમાં સગીરાના અપહરણની ફરિયાદ 3 સપ્ટેમ્બરે દાખલ થઈ હતી
ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના અંનગઢ પોલીસ મથકમાં એક સગીરાના પિતાએ 3 સપ્ટેમ્બરના રોજ પોતાની પુત્રી કહ્યા વગર મરજી વિરુદ્ધ મંજુદેવી સાથે ગુજરાતના પલસાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલી મીંઢોળા ફૂડ ફેકટરી ખાતે કામ અર્થે આવી છે. એક મહિના પહેલા ઝારખંડથી મહિલા મુકાદમ મારફતે 30 મહિલા પલસાણા ખાતે ઝીંગા ફેકટરીમાં કામ માટે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...