સુરત DGGI (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ)એ લોખંડ, સ્ટીલ, પ્લાસ્ટિક ભંગારના વેપારીઓના 1500 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કર્યો હતો. દેશના 10 રાજ્યોમાં 79 કંપનીઓના 46 ઠેકાણે તપાસ કરાતાં 231 કરોડની કરચોરી મળી હતી. અધિકારીઓએ સ્થળ પર જ 14.14 કરોડની વસૂલાત કરી 6 કૌભાંડીની ધરપકડ કરી છે. 1.80 કરોડ તો રોકડા વસૂલાયા છે. તપાસ દરમિયાન સુરતની ટીમે 11 ટ્રાન્સપોટર્સ અને ઓવરલોડ ચેક કરનારા ઓપરેટરોને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. કુલ 33 ઠેકાણે તપાસ કરતાતાં વજનના ખોટા પુરાવા પણ વેપારીઓએ આપ્યા હતા.
આ રીતે ઓપરેશન પાર પડાયું
પ્રાથમિક માહિતી અનુસાર સુરત ઉપરાંત દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, જયપુર, ભુવનેશ્વર, હૈદરાબાદ, લખનઉ, બેંગ્લુરુ, નાગપુર, ભોપાલ અને પૂણેના સ્ટીલ, પ્લાસ્ટિક અને લોખંડના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓ એકબીજાના મેળાપીપણામાં બોગસ બિલો મેળવીને ITC લઇ પાસઓન પણ કરી રહ્યા છે. એવી કંપનીઓ પાસે બિલ મેળવાયા જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. ઉપરાંત ડિલિવરી માટે પણ બોગસ ટ્રાન્સપોર્ટેશન રસીદો (એલઆર) ઊભી કરાઈ હતી. કેટલીક તો કંપનીઓ પણ બોગસ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.