4 વર્ષમાં ઢોરને લગતી 137 FIR કરવામાં આવી છે તો કતારગામ, સરથાણા અને રાંદેરમાં 3 મોટા ઢોરડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઇ છે. જેની શરૂઆત કતારગામથી કરવામાં આવનારી છે. હવે શાસકોની મંજુરી માટે દરખાસ્ત પણ રજુ થશે.
રખડતાં ઢોરોની ઘણાખરાં વિસ્તારોમાં મોટી સમસ્યા જેમની તેમ રહી છે. ત્યારે ચૂંટણી પહેલાં કરેલી કાર્યવાહીમાં 222થી વધુ ગેરકાયદે તબેલાઓ પર કાર્યવાહી કરાઈ હતી અને 1500થી વધુ પશુઓને પકડ્યા હતાં. પાલિકા કાર્યવાહી તો કરે છે પરંતુ માલધારીઓ દ્વારા રેઢા છોડાયેલા રખડતાં પશુઓને રાખવા માટે મોટા ઢોર ડબ્બા જ નથી. જેના માટે કવાયત હાથ ધરાઈ છે.
ઢોર પાર્ટી પર હુમલાઓની ઘટનામાં પોલીસ ફરિયાદ
આ વિસ્તારોમાં વધુ સમસ્યા
વરાછા, સરથાણા, પુણા, કાપોદ્રા, કંુભારિયા, રાંદેર, એલ.પી.સવાણી, હનિપાર્ક, જહાંગીરપુરા, અડાજણ ગામ, કતારગામ બાપા સીતારામ ચોક, કંતારેશ્વર મંદિર પાસે, વેડ-સિંગણપોર, અઠવા પીપલોદ-ડુમસ, અલથાણમાં ઢોરોનો ત્રાસ ઘણો છે.
ઢોર ડબ્બાની કેપેસિટી 3 હજારથી વધુ રખાશે
કતારગામ ઝોનથી શરૂઆત કરાશે. રાંદેર અને સરથાણામાં ઢોર ડબ્બા સાકારિત કરાશે તે માટે ઢોરડબ્બા દીઠ 3 હજારની કેપેસિટી રાખવા અંગે અને મોટી જગ્યા આઇડેન્ટિફાય કરવામાં આવી રહી છે. આ અંગેની દરખાસ્ત આગામી દિવસોમાં સ્થાયી સમિતિ સમક્ષ રજુ થશે.
સરવેમાં 1753 તબેલા, એકલા કતારગામમાં જ 550 નિકળ્યા
તબેલાઓ-પશુઓના અગાઉ થયેલા સર્વેમાં 51 હજારથી વધુ ગાય, બળદ, ભેંસો છે જ્યારે કુલ 1753 તબેલા છે. સૌથી વધુ 550 તબેલા માત્ર કતારગામ ઝોનમાં છે તેમાં 15,500 તો ગાય-ભેંસો છે તબેલાઓનું સૌથી વધુ ન્યુસન્સ છે.
દોઢ વર્ષમાં 4700 જેટલા પશુ પાંજરાપોળ મોકલાયાં
વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં પાલિકાએ 4700થી વધુ પશુઓને પકડીને પાંજરાપોળ અને ગૌ-શાળામાં ટ્રાન્સફર કર્યા હતાં. 3 હજાર પશુઓને રિલિઝ કર્યાં હતાં અને 68 લાખ જેટલો ચાર્જિસ વસૂલ્યો છે.
300થી વધુ ગેરકાયદે તબેલા સામે કાર્યવાહી કરાઇ હતી
શહેરમાં તમામ ઝોન વિસ્તારોમાં 300થી વધુ તો નાના-મોટા ગેરકાયદે તબેલાઓ સામે પાલિકા દ્વારા ચૂંટણી અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરના અભિયાનમાં 300 તબેલાઓ અને 1500 પશુઓને પકડ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.