તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:મતોના ધ્રુવિકરણની ગર્ભીત ધમકી આપવા 2 દિવસમાં જ 1351 ફોર્મ વહેંચાયા, કતારગામ વોર્ડમાં સૌથી વધુ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભટારના વોર્ડ નં.22માંથી 58, સરથાણાના વોર્ડ નં. 3માંથી 42 ફોર્મ વહેંચાયા

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે બે દિવસથી ચાલી રહેલી ફોર્મની વહેંચણીની પ્રક્રિયા દરમિયાન 1351 ઉમેદવારીપત્ર વહેંચાઇ ગયા છે. હજુ મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી હોવાથી આવતીકાલથી ઉમેદવારીપત્ર લેવા માટે ધસારો વધે તેવી શક્યતા છે.

મહાનગર પાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી માટે હાલમાં 15 સ્થળોએ ચાલી રહેલી ઉમેદવારીપત્ર વહેંચણી પ્રક્રિયાના બીજા દિવસે વધુ 753 ઉમેદવારીપત્ર ઉમેદવારો લઇ ગયા છે. ગતરોજ 598 ઉમેદવારીપત્રો વહેંચાતા અત્યાર સુધીમાં કુલ 1351 ઉમેદવારીપત્ર વહેંચવામાં આવ્યા છે.

જેમાં સૌથી વધુ કહી શકાય એવા 56 ફોર્મ કતારગામ વોર્ડ નંબર 6 માં, જ્યારે વોર્ડ નંબર 22 ભટાર-વેસુમાં 58, અલથાણ-ભટારમાં 46 અને વરાછા- સરથાણાના વોર્ડ નંબર 3માં 42 ફોર્મનું વેચાણ કરાયંુ છે. જોકે, ચૂંટણી અધિકારી સમક્ષ આજે બીજા દિવસે પણ એકપણ ઉમેદવારે દાવેદારી ફોર્મ ભર્યું ન હતું ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો દ્વારા મેન્ડેડ આપવાની શરૂઆત થયા બાદ સંભવત: બે ત્રણ દિવસમાં ઉમેદવારી નોંધાવાની શરૂઆત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો