ભાસ્કર એક્સક્લૂઝિવ:સુરતમાં 15થી 50 હજાર સુધીની ફી વસૂલતી 40 ખાનગી સ્કૂલોમાં 135 શિક્ષકો લાયકાત વિનાના!

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે ગુજરાતની સ્કૂલોને ‘પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ’માં આપેલા A-પ્લસ ગ્રેડ સામે પ્રશ્નાર્થ
  • શિક્ષણ વિભાગે સ્કૂલના ટ્રસ્ટીઓ પર ગાળિયો કસ્યો, સંચાલકોને ત્રણ દિવસમાં બાંયધરીપત્રક જમા કરાવવા આદેશ
  • એક સમયે યુપી-બિહારમાં આવા શિક્ષકો મળી આવતા હતા, જે હવે સુરતમાં આવી રહ્યા છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલો શિક્ષણ વ્યવસ્થાનો પીજીઆઇ એટલે કે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો અને તેમાં ગુજરાતને એ-પ્લસ ગ્રેડ અપાયો હતો, પરંતુ શહેરની 40 ખાનગી સ્કૂલોમાં 135 શિક્ષકો લાયકાત વિનાના મળી આવ્યા હતા. આમ, આવી બાબત બહાર આવતા જ જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરૂએ તાકીદે 40 ખાનગી સ્કૂલોના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને પત્ર લખીને લાયકાત વિનાના 135 શિક્ષકોને દૂર કરવા આદેશ કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ કહ્યું હતું કે 40 ખાનગી સ્કૂલમાં 135 શિક્ષક લાયકાત વિનાના મળ્યા છે. જેથી તે સ્કૂલોના ટ્રસ્ટીઓને સૂચના અપાય છે કે અગામી 31 મે, 2022 સુધીમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવાના રહેશે. આટલું જ નહીં, એ મામલે સ્કૂલના ટ્રસ્ટીઓએ અગામી ત્રણ દિવસમાં બાંહેધરી પત્રક પણ જમા કરાવવાનું રહેશે. લાયકાત વિનાના શિક્ષકોને દૂર નહીં કરનારી ખાનગી સ્કૂલો સામે નોટીસ આપવાથી માંડી માન્યતા રદ કરવા સુધીમાં પગલા લેવાશે. શિક્ષણાધિકારીએ સ્કૂલો પાસેથી ઓનલાઈન મંગાવેલી માહિતીમાં લાયકાત વિનાની શિક્ષકો હોવાનું બહાર આવ્યુ હતું.

શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય: ડીઇઓની ટીમે શહેરના ઘોડ દોડ, અડાજણ, વરાછા, LH રોડ, અમરોલી, પર્વત પાટિયા, અલથાણ, ઉધના સહિતના વિસ્તારોમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું

સ્કૂલનું નામશિક્ષક

માઉન્ટ મેરી મિશન હાઇસ્કૂલ,લિંબાયત

20

સાર્વજનિક માધ્યમિક-ઉ. માધ્યમિક શાળા, વેડ રોડ

16

અક્ષરધામ હાઇસ્કૂલ, પુણા ગામ

11

જય અંબે વિદ્યા ભવન, બારડોલી

7

RMG મહેશ્વરી ઇંગ્લિશ હાઇસ્કૂલ, પર્વત પાટીયા

6

સનગ્રેશ સ્કૂલ, ઉધના

5

રામકુવરબા માધ્યમિક શાળા, અમરોલી

5

લીઓ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ઉધના

5

કિષ્ણા રસ્તેરીયા હિન્દી વિદ્યાલય, પાંડેસરા

5

માલિબા એજ્યુકેશન એકેડેમિક, બારડોલી

4

ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ

3

શારદાયતન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, ગોડાદરા

3

શારદાયતન સ્કૂલ હિન્દી મીડિયમ, ગોડાદરા

3

BH કસરીયા ઉ. માધ્યમિક શાળા, LH રોડ

3

સેન્ટમાર્ક્સ હાઇસ્કૂલ, પલસાણા

3

જય માતાજી વિદ્યા મંદિર, ગોડાદરા

2

વી. ડી. એન. શાહ સેકેન્ડરી સ્કૂલ, કતારગામ

2

KD અગ્રવાલ સરસ્વતી વિદ્યામંદિર, અલથાણ

2

HM પટેલ સાર્વજનિક ઇંગ્લિશ સ્કૂલ, બારડોલી

2

ભગવતી વિદ્યાલય, કતારગામ

2

સરસ્વતી હિન્દી વિદ્યાલય, બમરોલી

2

હરિઓમ વિદ્યાભવન, પુણા ગામ

2

સનફ્લાવર ઇંગ્લિશ હાઇસ્કૂલ, પાંડેસરા

2

અક્ષર જ્યોતી સ્કૂલ, કતારગામ

2

RM ભયાણી વિદ્યા સંકુલ, સીમાડા ગામ

2

મદ્રેશા હાઇસ્કૂલ ઇંગ્લિશ, બારડોલી

2

કાસવાલા વિદ્યા સંકુલ, મોટા વરાછા

1

ઇમ્પરિયલ સ્કૂલ ઓફ લર્નિંગ, ઘોડદોડ રોડ

1

ગુરૂકુળ વિદ્યાપીઠ વી. ટી. ચોક્સી, સુમુલ ડેરી રોડ

1

શ્રી સરસ્વતી વિદ્યાલય, અડાજણ

1

સરસ્વતી હાયર સેકેન્ડરી શાળા, ઉધના

1

શ્રી ભગવતી વિદ્યાલય, નાના વરાછા

1

NMT જરીવાલા ગર્લ્સ હાઇસ્કૂલ, શાહપોર

1

NMT જરીવાલા ઇંગ્લિશ મીડિયમ, શાહપોર

1

LP સવાણી હાઇસ્કૂલ કોમર્સ, LH રોડ

1

એગ્લો ઉર્દું હાઇસ્કૂલ, મુગલીસરા

1

BG મિશ્રા વિદ્યાલય, બમરોલી

1

ડિસેન્ટ ચાઇલ્ડ હાયર સ્કૂલ, પાંડેસરા

1

નવસર્જન વિદ્યાલય, LH રોડ

1

સનરાઇઝ વિદ્યાલય સેકેન્ડરી, ઉધના

1
અન્ય સમાચારો પણ છે...