તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:સિવિલમાં 13000 કિલો લિટરની નવી ટેન્ક, ઓક્સિજનનો પુરવઠો ઘટતા ઓટોમેટિક ખબર પડશે

સુરત2 મહિનો પહેલા
  • અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું
  • ટેન્ક આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જવાની શક્યતા

કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવામાં કામગીરી યુધ્ધના ધોરણે કરાઇ રહી છે. જે હેઠળ સિવિલ ખાતે 13000 કિલો લિટરની અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. ઓકિસજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓકિસજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. નર્સિંગ કોલેજ સામે આ ટેન્ક ઇન્સ્ટોલ કરાઇ છે. આ ટેન્ક દ્વારા ઓકિસજનનો ફલો સતત ઉપલબ્ધ રહે છે. ટેન્કમાં રહેલો ઓકિસજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જાય છે. જેનાથી કંપની દ્વારા રિફિલિંગની કામગીરી સત્વરે હાથ ધરાય છે. ટેન્ક આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો