કોરોનાએ કરી કસોટી:રસીકરણને કારણે 1300 સ્કૂલની કસોટી મુલતવી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જો 6-7 જાન્યુઆરીએ કસોટી લેવાય તો ઘણા વિદ્યાર્થીઓ વેક્સિન જ નહીં લે તેવી શક્યતા હોવાથી નિર્ણય લેવાયો

વિદ્યાર્થીઓના વેક્સિનેશનના કારણે 6 અને 7 જાન્યુઆરીએ યોજાનાર દ્વિતિય એકમ કસોટીના બીજા તબક્કાને શિક્ષણ વિભાગે સ્થગિત કરી દીધો છે. શહેરની 1300થી વધુ શાળામાં દ્વિતિય એકમ કસોટી લેવામાં નહીં આવે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.6 અને 7 જાન્યુઆરી 2022 દરમિયાન િદ્વતિય એકમ કસોટી યોજાવાની હતી. આ કસોટીને શિક્ષણ વિભાગ દ્વારા હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગે જાહેર કરલા પરિપત્રમાં જણાવ્યું છેકે, હાલમાં રાજ્યની રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં 15 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે આ સ્થિતિમાં જો એકમ કસોટીનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વેકસીન નહીં મુકાવે તેવી સંભાવના હોવાથી રાજયના િશક્ષણ વિભાગે િદ્વતિય એકમ કસોટીને સ્થગિત કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લાની ૧૩૦૦થી વધુ શાળામાં બે લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...