તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઉધનાની મહિલાના ખાતામાંથી 1.30 લાખ ઉપડી ગયા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઉધનાની મહિલાના ખાતામાંથી એટીએમના માધ્યમથી અજાણ્યાએ 1.30 લાખ રૂપિયા ઉપાડી લેતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઉધનાના હરિનગર -3માં રહેતી લીલી મુન્નાભાઈ પ્રધાન ગૃહિણી છે. પાંડેસરામાં બેંક ઓફ ઇન્ડિયામાં તેમનું બચત ખાતું છે. 10 જાન્યુઆરીના રોજ તેમનું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હતું.

તેથી બેંકમાં અરજી કરી નવું એટીએમ કાર્ડ મેળવ્યું હતું. તે દરમિયાન જુનુ કાર્ડ પણ મળી આવ્યું હતું. નવું કાર્ડ આવતા નવો પીન જનરેટ કર્યું હતું. છતાં 8 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન કોઈ અજાણ્યાએ વારંવાર ટ્રાન્જેક્શન કરીને 1.30 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. કોઈને કાર્ડ આપ્યું ન હતું તેમજ કોઈને પીન નંબર આપ્યો ન હતો છતા અજાણ્યાએ રૂપિયા ઉપાડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...