તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
તબિયત બગડતાં ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો
મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
10 વર્ષનું અન્ય બાળક પણ વેન્ટિલેટર પર જીવન સામે જંગ લડી રહ્યું છે
બાળકો માટે પણ હવે કોરોના વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સાચી હોસ્પિટલમાં અન્ય એક 10 વર્ષના બાળકને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
પાંચ કલાકમાં જ તબીબોએ કહ્યું, હી ઇઝ નો મોર: બાળકના પિતા
ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ડેવલપ ન થાય એવી સમસ્યા હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. રવિવારે સાંજે 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યો હતો. તેનો ઇલાજ તરત જ ચાલુ કરવામાં આવ્યો હતો અને પછી તબીબે કહ્યું, ધ્રુવની મમ્મીને પણ બોલાવી લો. હું પરત મોટાવરાછા ગયો અને પછી રાત્રે હોસ્પિટલે આવ્યો તો તબીબે કહી દીધું કે હી ઇઝ નો મોર. - ભાવેશ કોરાટ, મૃતક ધ્રુવના પિતા
ધ્રુવ હોસ્પિટલમાં આવ્યો ત્યારથી જ તે સિરિયસ હતો, અમે ખૂબ પ્રયત્ન કર્યો
બાળકને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ સિરિયસ હતો, તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો. ખૂબ જ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. - ડો. હિમાંશુ તળવી, સાચી હોસ્પિટલ.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.