દરોડો:ગ્રાહકોને દારૂ પીરસતી ગોડાદરાની હોટલમાં રેડ, 13 ગ્રાહકની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમવા આવનારને દારૂની સવલત અપાતી, બંને સંચાલક વોન્ટેડ

જમવા આવતા ગ્રાહકોને દારૂની સવલત પૂરી પાડતી ગોડાદરાની હોટલમાં પોલીસે રેઈડ કરી દારૂ પીવા આવેલા 13 ગ્રાહકોની ધરપકડ કરી છે. એ સાથે જ બંને હોટલ સંચાલકોને વાન્ટેડ પણ બતાવવામાં આવ્યા છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે ગોડાદરા-ડિંડોલી રોડ પર આવેલી મરાઠા હોટલમાં જમવા આવતા ગ્રાહકોને હોટલ સંચાલક દારૂ પીવાની સવલત પણ પુરી પાડે છે. આ બાતમીના આધારે પોલીસે મરાઠા હોટલમાં છાપો માર્યો હતો અને ત્યાં દારૂ પીવા આવેલા 13 લોકોની ધરપકડ કરી હતી.

જે લોલો રેડમાં પકડાયા છે તેમાં શ્રવણ હરી મરાઠા (રહે. શ્રીનાથ સોસાયટી, લિંબાયત), સમાધાન સુરેશ નેરકર (રહે. ગાયત્રી નગર, ગોડાદરા), ગણેશ ધનરાજ નિંચુર (રહે. વિશ્રાંતિ પાર્ક સોસાયટી, લિંબાયત), પ્રકાશ કાંતીલાલ પરમાર (રહે. નવાનગર, રતનચોક, લિંબાયત), ગૌરાંગ જગદીશચંદ્ર ટંડેલ (રહે. શ્રીનાથ સોસાયટી, લિંબાયત), દિનેશ વસંત પાટીલ (રહે. છત્રપતિ શિવાજી નગર લિંબાયત), અક્ષય હીરાલાલ શીંદે (રહે. મા આનંદી ટાઉનશિપ, ડિંડોલી), અજય રાજેન્દ્ર સોનવણે ( રહે. રામેશ્વર નગર નીલગીરી સર્કલ પાસે, લિંબાયત), ભાવેશ અરૂણ પાટીલ ( રહે. સુભાષનગર, લિંબાયત), યોગીરાજ સંતોષ પાટીલ (રહે. એકતાનગર, ધુલે, મહારાષ્ટ્ર), શૈલેશ દીલીપ વરાડે (રહે. દ્વારકેશ નગર, લિંબાયત), ભુષન નરેન્દ્ર પાટીલ (રહે. રાજદીપ સોસાયટી, ડિંડોલી) ઉપરાંત મેનેજર અજય બૈજનાથ સિંગ (રહે. મરાઠા હોટલ, ગોડાદરા)ની ધરપકડ કરી છે. હોટલ સંચાલક વિનોદ મરાઠે અને સુનિલ મરાઠેને વોન્ટેડ બતાવ્યો છે. તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...