કાર્યવાહી:સ્વામીનારાયણ મંદિરનાં ધાર્મિક કામોમાં ખલેલ પહોંચાડવા મામલે 13ની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા વરાછા સ્વામી નારાયણ મંદિરના સંતે 15 દિવસ પહેલાં ફરિયાદ નોંધાવી હતી
  • મંદિરને વડતાલ દેવલક્ષ્મી નારાયણ ટ્રસ્ટને સોંપવા મુદ્દે સંતો-ભકતો વચ્ચે ગજગ્રાહ

મોટા વરાછામાં શ્રી સ્વામીનારાયણ મંદિરના વિવાદ મુદ્દે મંદિરમાં પ્રવેશી ધાર્મિક કામોમાં ખલેલ પહોંચાડવાના ગુનામાં અમરોલી પોલીસે પખવાડિયા બાદ 8 મહિલા સહિત 13 આરોપીઓની ધરપકડ કરી છે.

મોટાવરાછામાં આવેલું સ્વામીનારાયણ મંદિર વડતાલ દેવલક્ષ્મી નારાયણ ટ્રસ્ટને સોંપવા મુદ્દે મંદિરના સંતો અને ભક્તો વચ્ચે બે મહિનાથી વિવાદ હતો. જેને લઈ કેટલાક ભક્તો મંદિરના ધાર્મિક કામોમાં ખલેલ પહોંચાડતા હતા. પખવાડિયા પહેલાં પણ ભક્તોએ મંદિરનાં ધાર્મિક કામોમાં ખલેલ પહોંચાડતા સંત નિર્દોષ ચરણદાસજી સ્વામીએ 9 મહિલા સહિત 25 લોકો વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પખવાડિયા પછી પોલીસે આરોપીઓ ધીરુ નત્થુભાઈ ગોંડલિયા(ઋષિ બંગલોઝ,મોટા વરાછા), ચીમન ડાહ્યાભાઈ ધડુક(પરમેશ્વર પાર્ક, નાના વરાછા), પ્રવિણ લાલજીભાઈ દેસાઈ(શાંતિનિકેતન ફ્લોરા,મોટા વરાછા), ચતુર રામભાઈ સુહાગિયા(કૃષ્ણકુંજ સોસાયટી, નાના વરાછા),જગદીશ મોહન તળાવીયા(વિશ્વનાથ સોસાયટી, મોટા વરાછા), ભવનિકા ભનુભાઈ ભાલાળા(રોયલ રેસિડેન્સી,પેડર રોડ,મોટા વરાછા), શારદાબેન ભુપતભાઈ બરવાળીયા(રહે. શ્રીનાથજી બંગલોઝ, પેડર રોડ,મોટા વરાછા), ચંદ્રીકાબેન રસીકભાઈ કાબરિયા(રહે. રાધેશ્યામ સોસાયટી,પેડર રોડ,મોટા વરાછા), ધારા ઉમેશ ઘેવરીયા(રહે. શિવપાર્ક બંગલોઝ,મોટા વરાછા),ભાનુ ધીરુભાઈ ગોંડલિયા(ઋષિ બંગલોઝ,મોટા વરાછા), શિલ્પા હસમુખ માંડાણી(રહે. જૈમિની કોમ્પ્લેક્સ,મોટા વરાછા), રમીલા હસમુખ શેલડિયા(મોમાઈ કોમ્પ્લેકસ,મોટા વરાછા) અને લીલા બાવચંદ વેકરીયા(સાગર રો હાઉસ,મોટા વરાછા)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...