તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધો.12 સાયન્સ રિઝલ્ટ:સુરતી સ્ટુડન્ટે ડંકો વગાડ્યો, સૌથી વધુ A-1 ગ્રેડમાં 19 અને A-2 ગ્રેડમાં 648 સ્ટુ઼ડન્ટ

સુરત4 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • એ-2 ગ્રેડ મેળવવામાં પણ સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાવ્યો
  • ગત વર્ષ કરતા આ વર્ષે સુરતના પરિણામમાં ઘટાડો નોંધાયો છે

માર્ચ 2020માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા કુલ 71.34 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું પરિણામ 77.25 ટકા છે. રાજ્યમાં કુલ 44 સ્ટુડન્ટને એ-1 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સૌથી વધુ 19 સુરતી સ્ટુડન્ટને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં 2576 સ્ટુડન્ટને એ-2 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી પણ સૌથી વધુ 648 સુરતી સ્ટુડન્ટને એ-2 ગ્રેડ મેળવ્યા છે.
ગત વર્ષ કરતાં ઓછું પરિણામ
રાજ્યમાં ગત વર્ષે 12 સાયન્સનું પરિણામ 77.86 ટકા જેટલું હતું. જે આ વર્ષ ઘટીને 77.25 જેટલું રહ્યું છે. સુરતમાં આ વર્ષે પણ ઊંચુ પરિણામ આવ્યું છે. સુરતનું કુલ પરિણામ 77.25 ટકા જેટલું આવ્યું છે. રાજ્યમાં કુલ આ વર્ષે 44 જેટલા સ્ટુડન્ટ જ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ સુરતના 19 જેટલા સ્ટુડન્ટને એ-1 ગ્રેડ મળ્યાં છે. એ-2 ગ્રેડની વાત કરીએ તો કુલ 3690 સ્ટુડન્ટને એ-2 ગ્રેડ મળ્યાં છે. જેમાંથી કુલ 648 સ્ટુડન્ટ સુરતના છે.

સ્ટુડન્ટ્સમાં ખુશી છવાઈ

સૌથી વધુ એ-1 ગ્રેડ મેળવવાથી સુરતના સ્ટુડન્ટસ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે. બીજી તરફ સ્ટુડન્ટના વાલીઓ શુભકામના પાઠવી રહ્યાં છે. તો સારા પરિણામના કારણે સ્ટુડન્ટ્સમાં ખુશી છવાઈ છે.

વિદ્યાર્થીઓએ ઈચ્છા વ્યક્ત કરી

આઈએન ટેકરાવાલા સ્કૂલમાં ચાર વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મેળવ્યો છે. જે પૈકી એક વિદ્યાર્થી કોરોના વોરિયરનો પુત્ર છે. જ્યારે આશાદીપ સ્કૂલમાં સાત જેટલા વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જે પૈકી કુવાડિયા જયે એ-1 ગ્રેડ સાથે 99.98 પર્સેન્ટાઈલ મેળવી ઝળહળતી સિદ્ધી હાંસલ કરી છે. પિતા દોરાની દુકાનમાં નોકરી કરી રહ્યા છે. જય દરરોદ 10થી 12 કલાકનું વાંચન કરતો હતો. અને મ્યુઝિક સાંભળી તણવા દૂર કરતો હતો. જયને સોફટવેર એન્જિનીયર બનવું છે અને માસ્ટર ડિગ્રી અમેરિકા જઈને કરવી છે.
વલસાડમાં દીકરીએ નામ રોશન કર્યું

વલસાડ શહેરની રાજપૂત સમાજની વિદ્યાર્થીનીએ વલસાડ જિલ્લામાં નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીનીના પિતા બેંકમાં બાઇક લોન વિભાગમાં અને માતા ખાનગી શાળામાં શિક્ષિકા છે. દિયા ઠાકોરે શાળામાં રોજનો અભ્યાસનું રોજ રિવિઝન કરવાની આદત પાડી હતી. અને એ-1 ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વલસાડમાં બે વિદ્યાર્થીને જ એ-1 ગ્રેડ મળ્યો છે.
પરિણામસુરત જિલ્લો- 77.25
તાપી જિલ્લો- 41.09
નવસારી જિલ્લો- 65.06
વલસાડ જિલ્લો- 55.70

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો