ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગુરૂવારે પહેલો ગેરરીતિનો કેસ નોંધાયો છે. એક વિદ્યાર્થિની ફોન સાથે ઝડપાઈ હતી. ધોરણ 10ની સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા હતી. જેમાં 41 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. જ્યારે 12 સામાન્ય, આંકડાશાસ્ત્રમાં 354 ગેરહાજર હતા. 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં 145 વિદ્યાર્થી ગેરહાજર હતા. વનિતા વિશ્રામમાં 12માની રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીને ફોન સાથે પકડી પાડી પોલીસ કેસ કરાયો છે.
વિદ્યાર્થીઓને રસાયણ વિજ્ઞાનનું પેપર મધ્યમ લાગ્યું
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર મધ્યમ રહ્યું હતું. તમામ પ્રશ્નો એનસીઆરટી આધારિત હતા. પાર્ટ-એમાં 45 એમસીક્યૂ થિઅરીમાંથી અને 5 એમસીક્યૂ દાખલા ટાઇપ પુછાયા હતા. પાર્ટ-બીમાં વિકલ્પ સાથે 23 પ્રશ્નો હતા. જેમાં 3 પ્રશ્નોમાં દાખલા તેમજ 15 પ્રશ્નો થિઅરીના હતા. ચાર પ્રશ્ન ઓર્ગેનિક પ્રક્રિયાના હતા. પેપર એકંદરે વિદ્યાર્થી સમયસર પૂર્ણ શકે તેવું હતું.
ધોરણ 10નું સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર સરળ રહ્યું
ધોરણ-10માં સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર એકંદરે સરળ હતું. પ્રશ્ન નંબર 22,25,26,28,31,35 અને 37 એમ કુલ 21 માર્કસ ના પ્રશ્નો સંપૂર્ણ ટેક્સ્ટ બુક માંથી પુછાયા હતા. અઘરા ગણી શકાય એવા 19 ગુણના પ્રશ્ન નંબર 6,12,19,21,27,28,30 અને 35 હતા. મધ્યમ વિદ્યાર્થીઓ પણ પાસ થઇ શકે તથા હોશિયાર વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવું પેપર હતું.
`
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.