તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તક્ષશિલા કાંડ:બિલ્ડરોની પત્નીઓ અંગે 12મીએ હુકમ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરોની પત્નીને પણ આરોપી બનાવવા સંદર્ભે કરાયેલી અરજી મુદ્દે સોમવારે સુનાવણી હતી

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં આરોપીઓ પૈકી બિલ્ડરોની પત્નીને પણ આરોપી બનાવવા સંદર્ભે ફરિયાદી તરફે કરાયેલી અરજી મુદ્દે આજે સોમવારના રોજ સુનાવણી હતી. જે દરમિયાન બચાવ પક્ષે દલીલો કરી હતી. હવે 12મી એપ્રિલના રોજ આ અરજી પર સંભવત: હુકમ કરવામાં આવશે.

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં હતા, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મૂળ ફરિયાદી તરફે આ કેસમાં બિલ્ડરોની પત્નીઓના નામે કાગળો હોય તેમને પણ આરોપી બનાવવાની અરજી કરવામાં આવી હતી. જેની પર મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાની દલીલો બાદ આજે બચાવ પક્ષની દલીલો હતી. જેમાં બિલ્ડરોની પત્નીનંુ ચાર્જશીટમાં કોઈ જગ્યાએ નામ ન હોવાનું જણાવાયું હતું. હવે આ અરજી પર આગામી 12મીના રોજ હુકમ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો