તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 12950 New Houses At A Cost Of Rs. 950 Crore In The City, Plans To Provide Houses To All Homeless People By The Year 2022

દરેકને ઘરનું ઘર:શહેરમાં રૂ.950 કરોડના ખર્ચે નવા 12950 આવાસ, વર્ષ 2022 સુધીમાં તમામ બેઘર લોકોને ઘર આપવાનું આયોજન

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 7 હજાર આવાસના કામો, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરનો લક્ષ્યાંક

વર્ષ 2022 સુધીમાં તમામ ઘરવિહોણાને ઘરની યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસિંગ ફોર ઓલ સ્કીમ હેઠળ પાલિકા દ્વારા 950 કરોડના ખર્ચે શહેરમાં 12950 આવાસનું કામ પ્રગતિ હેઠળ છે. જ્યારે 100 કરોડના 1390 આવાસના નિર્માણ માટે વર્ક ઓર્ડર આપી દેવાયા છે. જ્યારે 2650 આવાસ માટે 215 કરોડના ટેન્ડર આવી ગયા છે. ઉપરાંત 2790 આવાસ સરકારમાં મંજૂરી હેઠળ છે. ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની દિશામાં પણ સુરત શહેર આગળ વધી રહ્યું છે.

જેએનઆરયુએમ યોજના અંતર્ગત ઝૂંપડપટ્ટીઓ દૂર કરી લોકોને આવાસો ફાળવવાની કામગીરી કરાઇ હતી. જેમાં વર્ષ 2005થી જેએનઆરયુએમ યોજના હેઠળ અત્યાર સુધીમાં 46850 લોકોને આવાસ ફાળવી દેવાયા છે. આ આવાસના બાંધકામ પાછળ રૂા. 885 કરોડના ખર્ચે થયો હતો. 2013-14માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 690 કરોડના ખર્ચે સાકાર કરાયેલા 8720 આવાસ ફાળવાયા હતા. જ્યારે 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજ સુધી 607 કરોડના ખર્ચે તૈયાર થયેલા 9745 આવાસો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા છે.

2006માં 406 ઝૂંપડપટ્ટી હતી, 2019માં ઘટીને 334

સેન્સસકુલ વસ્તીઝૂંપડપટ્ટીઝૂંપડાઝૂંપડાની વસ્તી
198177658327033530157646
1991149881729993943406929
20012433835307101600508000
20062876374406133700592808
2011446682639994041447390
2019548520033474393371965

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...