તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે 1280 કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાશે, ઉમરા-પાલ બ્રિજનું ઉદ્ધાટન કરાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીના હસ્તે તાપી પરના બ્રિજથી લઈને આવાસ સહિતનું લોકાર્પણ કરવામાં આવશે. - Divya Bhaskar
મુખ્યમંત્રીના હસ્તે તાપી પરના બ્રિજથી લઈને આવાસ સહિતનું લોકાર્પણ કરવામાં આવશે.
  • 307 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4311 EWS-2 આવાસોનું લોકાર્પણ કરાશે

શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે રવિવારના રોજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થનાર છે. જેમાં આવાસ, ઉમરા-પાલ બ્રિજ તથા પાલિકાના સુએઝ પ્લાન્ટ સહિતના લોકાર્પણના કામો થશે. આ સાથે જ નરોત્તમ પટેલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિમોચન કરવાના કાર્યક્રમ અને ડાયમંડ બુર્સની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ મુખ્યમંત્રી દ્વારા થનારા 1280 કરોડના કાર્યોની ભેટને વિકાસપર્વ તરીકે ઉજવવામાં આવશે.

ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ
અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂા.229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (155 એમ.એલ.ડી. ક્ષમતાથી 255 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ।.189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કરાશે.

તાપી પરના બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
તાપી પરના બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોન વિસ્તારમાં રૂા. 256.31 કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (66 એમ.એલ.ડી. ક્ષમતાથી 167 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) તથા પાંડેસરા સ્થિત ઔદ્યોગિક એકમોને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી તૈયાર કરી પુરૂ પાડવા 40 એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.

ભીમરાડ ખાતે EWS-II 304 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
ભીમરાડ ખાતે EWS-II 304 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

આવાસનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને 'ઘરનું ઘર' મળશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના 520 આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II 304 આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના 360 આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના 203 આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે 518 આવાસો નું લોકાર્પણ કરવામાં આવશે.