તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:પગાર કાપી લેતા 12.54 લાખની ઊંચાપત કરનાર સુરતમાં પકડાયો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્કિમમાં સંબંધી જમાઈને નોકરી પર રાખવાનું ભારે પડ્યું
  • યુવકે અગાઉ સુરતમાં નોકરી કરી હોવાથી અહીં આવ્યો હતો

ફુવા સસરાના દીકરાએ સંબંધી જમાઈને નોકરી પર રાખવામાં 12.54 લાખની રકમ ગુમાવી હતી. આ ઘટના સિક્કીમમાં બની હતી. જમાઈનો લોકડાઉનમાં 5 હજાર પગાર કાપી નાખતા તેણે કંપનીમાંથી રૂ. 12.54 લાખ ઊંચાપત કરી હતી. લાખોની રકમ પૈકી અમુક રકમ મુંબઈની ક્લબમાં આરોપી જુગારમાં હારી ગયો હતો.

આ કેસમાં સુરતની ક્રાઇમબ્રાંચે ડુંભાલ પાસેથી રાજકુમાર જ્ઞાનચંદ જૈન(રહે, ખામહરદીઠ, શંકરનગર, રાયપુર, છત્રીગઢ)ને પકડી પાડ્યો હતો. રાજકુમાર સુરતમાં થોડા દિવસો પહેલા ડુંભાલ મોડલ ટાઉન પાસે જૈન નગરમાં ભાડેથી રહેતો હતો.

છત્તીસગઢ રાયપુરમાં વિનોદકુમાર જૈનનો રોડ કોન્ટ્રાક્ટ હતો. જેમાં રાજકુમાર જૈન નોકરી કરતો હતો અને તેનો પગાર 40 હજાર હતો. લોકડાઉનમાં તેનો પગાર 5 હજાર કાપી નાખતા તેણે 1 ઓગસ્ટ 2021ના રોજ કંપનીમાંથી 12,54,422ની રકમની ઉચાપત કરી સિક્કીમાંથી ભાગી છત્તીસગઢ અને ત્યાંથી મહારાષ્ટ્રના નાગપુર, મુંબઈ અને બાદમાં સુરત આવી ગયો હતો. અગાઉ તે પાંડેસરા મિલમાં નોકરી કરી ગયો હોવાથી તે સુરત ચાલી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...