ક્રાઈમ:125 કરોડના કૌભાંડી કૃણાલે રોકાણકારોને 2 વર્ષ પહેલા કહ્યું હતું કે,175 કરોડ દુબઈમાં ફસાયા છે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે વર્ષ અગાઉ બારોટ બંધુ સાથે મીટિગ 
કરી હતી તેની ફાઈલ તસવીર. - Divya Bhaskar
બે વર્ષ અગાઉ બારોટ બંધુ સાથે મીટિગ કરી હતી તેની ફાઈલ તસવીર.
  • 200થી વધુ લોકોને ઠગનાર બારોટબંધુ પોલીસને ગાંઠતા નથી, રિમાન્ડમાં ગોળ-ગોળ જવાબ આપે છે
  • વર્ષ 2019માં રોકાણકારોએ દુબઈની કંપનીનું નામ પૂછતા કૃણાલ જવાબ આપી શક્યો ન હતો

કતારગામ-વરાછા-અમરોલીના 200થી વધુ લોકો પાસે શેરબજારમાં રોકાણના બહાને 125 કરોડથી વધુનું કૌભાંડ કરનાર બારોટ બંધુએ 2 વર્ષ પહેલા રોકાણકારોને રૂપિયા પરત કરવા વાયદો કર્યો હતો પરંતુ ત્યારે પણ તેઓએ સમય પસાર કરી કોઈને રૂપિયા પરત કર્યા ન હતા. 2019 માં જ્યારે બારોટ બંધુ નિરલ અને કૃણાલ ઉઠી ગયા તે સમયે રોકાણકારોએ તેમને શોધવામાં કોઈ કસર છોડી ન હતી. બારોટ બંધુ પરિવાર સાથે અમદાવાદ ગયા ત્યારે રોકાણકારો ત્યાં પણ પહોંચી ગયા હતા.

5 એપ્રિલ 2019ના રોજ કામરેજ ભરથાણા રોડ પર એનરીચ વીલા ફાર્મમાં થયેલી મિટિંગમાં કૃણાલ ઉપરાંત રોકાણકારો અને પ્રવિણ નામનાે વચેટિયા હતો.ત્યારે કૃણાલે જાહેરમાં કહ્યું કે, 175 કરોડ દુબઈમાં ફસાયા છે. જ્યારે અહીં 125 કરોડ ચૂકવવાના છે. રોકાણકારો ધીરજ રાખે તો 2 વર્ષ બાદ તમામને થોડા-થોડા રૂપિયા ચૂકવી દેશે. તેમાં પ્રવિણે કૃણાલ પાસેથી રૂપિયા લેવાના હતા છતાં કૃણાલનો પક્ષ લીધો હતો. ત્યાર બાદ કૃણાલે કોઈને રૂપિયા ચૂકવ્યા ન હતા.

પોલીસ હજુ સુધી મિલકતની માહિતી પણ ઓકાવી શકી નથી
બારોટ બંધુઓ પોલીસને પણ ગાંઠતા નથી. તેઓ પોલીસને પણ એવી માહિતી આપી રહ્યા છે કે પોલીસ ચકરાવે ચઢી છે. બંન્ને ભાઈઓ માત્ર સમય પસાર કરી રહ્યા છે. તળિયાઝાટક તપાસ થાય અને રકમ ગુમાવનારાઓને ન્યાય મળે તે માટે તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી પરંતુ રિમાન્ડના ત્રીજા દિવસે પણ ઇકો સેલ આરોપીઓ પાસેથી કાંઈ ખાસ ઉકાળી શકી નથી. આરોપીઓ પાસે કઈ-કઈ મિલકત અને કેટલી મિલકત છે તે માહિતી પણ પોલીસ મેળવી શકી નથી.

ઠગ બંધુઓ પાસેથી રૂપિયા કઢાવવા પંચ બનાવાયું હતું
125 કરોડથી વધુની ઠગાઈ કરનારા નિરલ અને કૃણાલ પાસેથી રૂપિયા કઢાવવા માટે રોકાણકારોએ 2019 ના મે-જુનમાં પંચ બનાવ્યું હતું તેમાં પણ કેટલાક વચેટિયાઓ આવી ઘુસી જતા પંચ તેના ઇરાદામાં સફળ થયું ન હતું. પંચ પહેલા મીટિંગ થઈ હતી તેમાં કૃણાલે 175 કરોડ દુબઈમાં ફસાયા છે એવું કહેતા તે સમયે રોકાણકારોએ કૃણાલને પૂછ્યું હતું કે, કઈ કંપનીમાં કેટલા નાણાં ફસાયા છે એનો જવાબ કૃણાલ આપી શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...