નશાનો કારોબાર ઝડપાયો:પલસાણાના સાંકી ગામેથી 1.25 કરોડનો ગાંજો ઝડપાયો, ફ્લેટમાંથી 1142 કિલો ગાંજા સાથે એક પકડાયો, 3 વોન્ટેડ

સુરતએક વર્ષ પહેલા
ઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટ મારફતે લવાતો ગાંજો એપાર્ટમેન્ટના ફ્લેટમાં રખાયો હતો
  • ઓડિશાથી ટ્રાન્સપોર્ટમાં લવાયેલો ગાંજાનો જથ્થો એપાર્ટેમેન્ટના ફ્લેટમાં રખાતો

સુરત નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું નેટવર્ક ઝડપાયું છે. પોલીસને મળેલી બાતમીના આધારે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે રેડ કરવામાં આવી હતી. જેમાંથી સવા કરોડની કિંમતના 1142.74 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. ઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટ મારફતે લવાતો ગાંજો એપાર્ટમેન્ટના ફ્લેટમાં રખાયો હતો. મુખ્ય સુત્રધાર પકડાયા પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

બાતમીના આધારે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી
બાતમીના આધારે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી

બાતમીના આધારે રેડ
સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. એસઓજી રાત્રિના સમયે બાતમીના આધારે સાંકી ગામ,લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204 માં રેડ પાડી હતી. પોલીસને રેડ દરમિયાન સવા કરોડની અંદાજે કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો. સાથે જ એક આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસને રેડ દરમિયાન સવા કરોડની અંદાજે કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો
પોલીસને રેડ દરમિયાન સવા કરોડની અંદાજે કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો

32 ગુણ ગાંજાની મળી
પોલીસે ફ્લેટને કોર્ડન કરીને સમગ્ર રેડ કરી હતી. જેમાં ફ્લેટમાં અંદર તપાસ કરતાં 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. કોથળામાં ભરેલા મોટા પ્રમાણમાં રહેલા ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ફ્લેટને કોર્ડન કરીને સમગ્ર રેડ કરી હતી
પોલીસે ફ્લેટને કોર્ડન કરીને સમગ્ર રેડ કરી હતી

ઔદ્યોગિક વિસ્તારમાં સપ્લાય કરાતો
ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સમગ્ર ગાંજાનો જથ્થો બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહિં ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી,સુરત, વડોદરા,ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર માઈન્ડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ફ્લેટમાં અંદર તપાસ કરતાં 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી
ફ્લેટમાં અંદર તપાસ કરતાં 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી

પકડાયેલો આરોપી
બિકાસ બુલી ગૌડા ઉ.વ.19 રહે હાલ-કતારગામ, ઉત્કલ નગર,રેલ્વે લાઇન પાસે, ઝુપડપટ્ટી, સુરત શહેર. મુળરહે-ચટુલા ગામ,તલાસાહી મહોલ્લો, પોસ્ટ -કેનડુપદર,થાના-ગાંગપુર, જિ-ગંજામ, ઓડિશા

મુખ્ય સુત્રધાર પકડાયા પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે
મુખ્ય સુત્રધાર પકડાયા પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે

કબ્જે કરાયેલ મુદ્દામાલ
(1) ગાંજો જેનું કુલ વજન 1142.74 કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા 1,14,27,400
(2) મોબાઈલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 5500
(3) અંગઝડતીના રોકડા રૂપિયા 750
(4) સુઝુકી કંપનીની એક્સેસ કિંમત રૂપિયા 30 હજાર

વોન્ટેડ આરોપી
(1) માલ મંગાવનાર :- વોન્ટેડ - બાબુ નાહક રહે-કતારગામ,ઉત્કલ નગર,સુરત. મુળરહે-સચીના, થાના- કોદલા, જિ-ગંજામ,ઓડિશા
(2) માલ મંગાવનાર :- વોન્ટેડ - વિક્રમ મગલુ પરીદા ઉર્ફ વિક રહે-કતારગામ, ઉત્કલ નગર,સુરત, મુળ રહે-સચીના, થાના-કોદલા,જિ-ગંજામ,ઓડિશા
(3) માલ આપનાર :- સીબરામ નાહક મુળરહે-સચીના,થાના-કોદલા,જિ-ગંજામ,ઓડિશા