ટફની જગ્યાએ PLI:121 કર્મચારી, 106 કરોડનું ટર્નઓવર તો જ લાભ; કડક નિયમોના કારણે નાના વીવર્સનો ‘મરો’, મોટાને જ લાભ

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રિય ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા 31મી માર્ચ 2022ના રોજ ટફની યોજના બંધ કરી દેવામાં આવી હતી. આ યોજના નવા ફેરફારો સાથે શરૂ થશે તેવી આશા વેપારીઓ દ્વારા રાખવામાં આવી રહી હતી. પરંતુ ટફ સ્કિમ નવા ફેરફારો સાથે આ તે પહેલા જ ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને આંચકો લાગ્યો છે.

ટફ સ્કિમથી સુરતના નાના ટેક્સટાઈલ ઉદ્યોગકારોને ખુબ બહોળા પ્રમાણમાં લાભ મળ્યો છે. પરંતુ આ નવી યોજના દ્વારા વિવિંગ એકમો નાના વિવિંગ ઉદ્યોગકારો લાભથી વંચિત રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પીએલઆઈના નિયમોમાં પ્રોજેક્ટ 34.56 કરોડ રૂપિયાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર 4.56 કરોડ રૂપિયા, ઈક્વિપમેન્ટ 30 કરોડના અને આ ઉપરાંત 121 કર્મચારીઓ અને 106 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર હોવું જરૂરી છે. આવી પ્રાથમિક શરતો મુકવામાં આવી છે અને બીજી તરફ શહેરના મોટા ભાગના વિવિંગ એકમોનું ટર્ન ઓવર 100 કરોડ કરતાં ઓછું હોવાને કારણે સુરતના ઉદ્યોગકારોને આ સ્કિમો લાભ મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...