તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં વેક્સિનેશન:એક જ દિવસમાં વેક્સિનેશનમાં 12000નો ઘટાડો, રજાના દિવસે 31290 લોકોએ વેક્સિન મેળવી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેક્સિનેશન કેન્દ્ર પર લાઈનો લગાવે છે. કેન્દ્ર પર વેક્સિન મર્યાદિત સ્ટોકમાં જ આપવામાં આવે છે. એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. અમદાવાદ શહેરમાં આજે રવિવારે રજાના દિવસે 200 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર ફકત 31,920 લોકોને વેક્સિન આપવામાં આવી હતી જેમાં 18,051 પુરૂષ અને 13,863 મહિલાઓનો સમાવેશ થાય છે.

રવિવારે 18થી 44 વય જૂથના 16,129 અને 45 વર્ષ ઉપરના 12,228 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 2671 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 467 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી 16,069 જેટલા સુપરસપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. છેલ્લા બે દિવસથી વેક્સિનેશન વધ્યું હતું પરંતુ આજે વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી કેટલાક સેન્ટરો પર વેક્સિન વિના જ લોકોનો પરત ફરવું પડ્યું હતું.

અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશન માટે મ્યુનિ.એ આયોજન હાથ ધર્યું છે. શહેરમાં શનિવારે અત્યાર સુધી સૌથી વધુ રેકોર્ડ બ્રેક 44,540 નાગરિકોને રસી આપવામાં આવી હતી. અગાઉ 24 જૂને 41,887ને રસી આપવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર તરફથી રસીનો પૂરતો જથ્થો ન મળવાના કારણે રસીના મહાઅભિયાન પર અસર પડી હતી. અત્યાર સુધી શહેરમાં કુલ 3014326 લોકોને રસી આપવામાં આવી છે. રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે. વિવિધ કેન્દ્રો પરથી 25 હજારને રસી આપવામાં આવશે. અનેક સેન્ટરો પર રસી માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

અમદાવાદમાં ચુંવાળ ટ્રસ્ટ અને સ્વાવલંબી ટ્રસ્ટના સહયોગથી બહેરામપુરા વિસ્તારમાં કિન્નર સમુદાયના મુખ્ય અખાડામાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નર સમુદાયના ભાવના દે અને કશીર દે સહિતના 50 જેટલા કિન્નરોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સામાજિક કાર્યકર ચંદુભાઈ પટેલ, મલ્હાર દવે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ પણ હાજર રહ્યા હતા. વેક્સિનેશન કેમ્પને વધુ વેગવંતું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તારીખ

વેક્સિન લેનાર લોકો

21 જૂન38311
22 જુન39541
23 જૂન41887
24 જુન41390
25 જૂન33355
26 જૂન27509
27 જૂન20158
28 જૂન22506
29 જૂન25289
30 જૂન25610
01 જુલાઈ21136
02 જુલાઈ25675
03 જુલાઈ44540
04 જુલાઈ31920
કુલ4.39 લાખ
અન્ય સમાચારો પણ છે...