સમસ્યા:દ.ગુજરાતની 16,000 મંડળીઓનું 1200 કરોડનું ફંડ સહકારી બેંકમાં જમા, TDSમાં રાહત મુદ્દે રજૂઆત

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • TDS : 1 એપ્રિલનો ફતવો મંડળીઓ માટે સમસ્યા

1 એપ્રિલથી રૂ.50 કરોડથી વધુનું આવક ધરાવતી સહકારી મંડળીએ અન્ય કોઈ સહકારી મંડળીઓમાં કે સહકારી બેંકમાં મુકેલી થાપણ પર 40,000થી વધુનું વ્યાજ મળતું હોઈ તેમને 10 ટકા લેખે ટીડીએસ ભરવાનો થશે. આ નિયમથી દક્ષિણ ગુજરાતની 16,000 સહકારી મંડળીઓની હેરાનગતિ વધશે, તેવી રજૂઆત સાથે ટીડીએસ ચૂકવણીમાંથી રાહતની માંગ સુરત, નવસારી અને બારડોલી સાંસદને સહકારી આગેવાનએ કરી છે.

એપીએમસીના ચેરમેન રમણ જાની જણાવે છે કે, સુરતમાં 7000, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 16,000 સહકારી મંડળીઓ આવી છે. જેમની રૂ.1200 કરોડની થાપણ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં જમા છે. લોકડાઉનના પિરીયડના કારણે આ વ્યાજદરમાં 2.5 ટકા રાહત આપતાં હવે તે વ્યાજનો દર 7.5 ટકાનો રહી ગયો છે. જોકે, 1200 કરોડના 7.5 ટકા જેટલો વ્યાજદર ગણવામાં આવે તો 90 કરોડ રૂપિયાનો ટીડીએસ ભરવાની જવાબદારી આ સહકારી મંડળીઓની થઈ જશે. આ 90 કરોડ જેટલા ટીડીએસના ખર્ચમાં પગાર ચૂકવણી જેવો ખર્ચ સહકારી મંડળીઓ કરી દેતી હોઈ છે. 1-4-20 પૂર્વે સહકારી મંડળીઓ કલમ 80પી હેઠળ ટીડીએસની ચૂકવણીમાંથી મુક્ત હતી. ઉપરાંત, નહીં નફો કે નહીં આવકની દ્રષ્ટિએ કાર્યરત એવી સહકારી મંડળીઓ અન્ય ટેક્સમાંથી પણ મુક્ત છે. 

અન્ય સમાચારો પણ છે...