વિવાદ:કોર્પોરેટરો માટે 90 લાખના ખર્ચે 120 લેપટોપ ખરીદાશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુલત્વી થયેલી દરખાસ્ત ફરી લવાતા વિવાદ

મહાપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે, નાના મોટા ખર્ચા પર કાપ મુકાઈ રહ્યો છે. શાસકોએ તો અધિકારીઓની ખરીદી સત્તા પર કાપ મુકી દીધો હતો, ત્યારે હવે અધધધ રૂ. 90 લાખનો ખર્ચ કરી તમામ કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદાશે, ગત સ્થાયી સમિતિમાં મુલતવી કરાયેલી દરખાસ્ત ફરી રજુ કરાતાં વિવાદ થયો છે.

પાલિકા એક લેપટોપ પાછળ 72,800 પ્લસ જીએસટી ખર્ચ કરી 120 નંગ લેપટોપ ખરીદશે પરંતુ મહત્વની બાબત એ છે કે, ઘણા ખરા કોર્પોરેટરોને લેપટોપ ચલાવતા સુધ્ધાં પણ આવડતું નથી, તેઓ પરિવારમાં વિદ્યાર્થીઓને આપી દે તેમ બનશે.જેથી હેતુ સાર્થક થશે નહીં.

ગત ટર્મમાં પણ લેપટોપ નો ઉપયોગ થયો ન હતો
ગત ટર્મ 2015માં પણ લેપટોપ પાછળ ધુમાડો કરાયો હતો. કોરોનામાં ઓનલાઇન સામાન્ય સભામાં કાઉન્સિલરોએ મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. ગત ટર્મમાં ઘરના ઉપયોગ માટે આપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...