ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જાહેર સ્થળોએ 1.20 લાખ લોકોને ચેક કરાયા, બસ-BRTSમાં સૌથી વધુ 8400 વેક્સિન વિનાના મળ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરી, ગાર્ડન, લાઇબ્રેરી સહિતના સ્થળોએ પણ વેક્સિન ન લેનારા 450ને પ્રવેશ ન અપાયો
  • કાલથી મોલ, મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરન્ટ, જીમ, ગેમ ઝોન જેવા ખાનગી સ્થળે પણ એન્ટ્રી નહીં મળે
  • અમલના પહેલા દિવસે સૌથી વધુ ઉધના ઝોનમાં 213 , કતારગામમાં 64 લોકોને પરત કરાયા

સોમવારથી મહાનગર પાલિકાની તમામ કચેરીઓ, બગીચાઓ, નેચર પાર્ક, ગોપી તળાવ, એક્વેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો સહિતના જાહેર સ્થળોએ ફરજીયાત વેક્સીનેશન ચકાસણી ઝુંબેશનો કડક આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે વેક્સીન સંદર્ભે 1.20 લાખ લોકોને ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 1.11 લાખ વ્યકતિએ વેક્સીન મુકાવી હતી. જ્યારે રસી લીધી ન હોઇ તેવા 8899 લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. 8899 પૈકી અંદાજે 8449 લોકો સિટી-બીઆરટીએસ બસના મુસાફરો હતા.

આવતીકાલે બુધવારથી મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. પાલિકાએ દરેક જાહેર સ્થળોએ કોઈ મુલાકાતીએ વેક્સીન ન લીધી હોય તો તેને ફરજીયાત રેપિડ ટેસ્ટ અનુરોધ કર્યો હતો. પાલિકાએ આ માટે તમામ મુખ્ય સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી માટે પણ ટીમો મુકી છે. નિયમનો કડક અમલ શરૂ થતાં કચેરીઓ બહાર મુલાકાતીઓની લાંબી કતારો લાગી હતી. માર્શલ-સિક્યુરિટી ગાડ્‌ર્સ સર્ટિની ખરાઈ કર્યા બાદ જ પ્રવેશ આપતા હતા. જેમણે રસી લીધી ન હોય તેમને પ્રવેશ અપાયો ન હતો.

સિટી-BRTSમાં કેટલાક લોકોએ કહ્યું, અમે ‘રસી લીધી છે’
પાલિકા હસ્તકના જાહેર સ્થળોએ વેક્સિન સર્ટિફિકેટને ફરજિયાત બનાવ્યા બાદ પહેલા દિવસે સૌથી વધુ સિટી-બીઆરટીએસ બસોના યાત્રીઓ પાસે સર્ટિ. ન હોવાનું જાણવા મળ્યું હતું. આવા યાત્રીઓને પરત કરાયા હતા.

24 એક્ટિવ કેસ
શહેર-જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ, 11ને રજા અપાઈ

શહેરમાં 1, જિલ્લામાં 2 કેસ સાથે સોમવારે કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 143975 થઈ ગઈ છે. કુલ મૃતાંક 2116 થયો છે. સોમવારે 11 દર્દીઓને રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141835 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સોમવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 24 થઈ ગઈ છે.

સેકન્ડ ડોઝમાં ઢીલ
કતારગામ, વરાછા, ઉધના, લિંબાયત સૌથી વધુ પાછળ
સુરત : સેકન્ડ ડોઝ ન મુકાવનારામાં કતારગામ, લિંબાયત, ઉધના અને વરાછા-એ ઝોન વિસ્તારના વધારે છે. 5થી 6 અઠવાડિયા થયા હોવા છતા ન મુકાવનાર વરાછા-એમાં 20 હજાર, કતારગામમાં 18377, લિંબાયતમાં 16618 લોકો છે. શહેરમાં ફુલ્લી વેક્સીનેટેડમાં અઠવા 86 ટકા સાથે પ્રથમ, રાંદેર 72 ટકા સાથે બીજા અને સેન્ટ્રલ ઝોન 65 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

ઝોનવાઇઝ ચેકિંગના આંકડા

ઝોનચેકિંગપ્રવેશપ્રવેશ ન
કરાયાઅપાયોઅપાયો
સેન્ટ્રલ1027626
વરાછા25719859
ઉધના606393213
લિંબાયત1591563
અઠવા42740225
રાંદેર1129715
કતારગામ1498564
જાહેરચેકિંગપ્રવેશપ્રવેશ ન
સ્થળોકરાયાઅપાયોઅપાયો
બસ117447108,9988449
ટી.પી53521
સ્વિ.પુલ104099644

​​​​​​​ ​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...