SGSTના દરોડા:આર્કિટેક્ટ, ફૂડના વેપારીઓને ત્યાં 1.20 કરોડની કરચોરી મળી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જપ્ત ડોક્યુમેન્ટનું વેરિફિકેશન ચાલુ
  • ઘણા આર્કિટેકની આવક 20 લાખથી વધુ છતાં રિટર્ન શૂન્ય

એસજીએસટીની એન્ફોર્સમેન્ટની વિંગે સુરત અને બારડોલીના 11 આર્કિટેક, વર્ક્સ કોન્ટ્રાકટર, ફુડ અ્ને મીઠાઈ-કેકના વિક્રેતાઓ્ને ત્યાં પાડેલા દરોડામાં 1.20 કરોડની કરચોરી સામે આવી છે. અધિકારી સૂત્રોએ કહ્યું કે, કેટલાંક એવા આર્કિટેક પણ છે જેમની વાર્ષિક આવક 20 લાખની ઉપર હોવા છતાં રિટર્ન ભરતા નથી અને ભરે છે તો ટેક્સ ભરતા નથી. મોટાભાગનું પેમેન્ટ રોકડમાં હોવાથી અનેક હજી ટેક્સ નેટમાં આવ્યા નથી. એન્ફોર્સમેન્ટ વિંગેની સમગ્ર કામગીરી દરમિયાન જે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતાં હાલ તેનું વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.

બોગસ પેઢીઓ પાસેથી બિલ લેનારાઓ પણ દોષી ગણાય
સ્ટેટ જીએસટીએ હાલ કરચોરો સામે લાલ આંખ કરી છે. એક અભિયાન અંતર્ગત અ્નેક વેપારીઓના રિટર્ન ચકાસવામા આવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ યુનિટ પણ હાલ ડિપાર્ટમેન્ટને સારા ઇનપુટ આપી રહી છે. ઉપરાંત હાલ બોગસ બિલો ઊભા કરનારાઓ સામે પણ કડક હાથે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કેસ લડતા એડવોકેટ નદીમ ઇસ્માઇલ ચૌધરી કહે છે કે ડિપાર્ટમેન્ટ સમન્સ ઇશ્યુ કરીને પણ આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)ની રિકવરી કરી શકે છે. ખાસ કરીને બોગસ પેઢી પાસેથી બિલ લેનારાઓનો પણ દોષી છે.

અન્ય સમાચારો પણ છે...