તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 12 year old Child Died Due To Electric Current, Who Went To See The Construction Of His Room In A Newly Constructed House In Sachin, Surat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણ મોત:સુરતના સચિનમાં નવનિર્મિત ઘરમાં પોતાના રૂમનું બાંધકામ જોવા ગયેલા 12 વર્ષીય માસૂમનું કરંટ લાગતાં મોત, એકના એક દીકરાના મોતથી પરિવારમાં માતમ

સુરત23 દિવસ પહેલા
  • લોખંડના સળિયાનો એક છેડો બાળકના હાથમાં અને બીજો છેડો હાય ટેન્શન લાઇનને સ્પર્શતો હતો

સુરત શહેરમાં સચિનના પાલી ગામમાં નવનિર્મિત મકાન માં પોતાના રૂમનું બાંધકામ જોવા ગયેલા એક માસૂમ વિદ્યાર્થીનું હાય ટેન્શન લાઇનના કરંટથી મોત નીપજ્યું હતું. લગભગ 25-30 ફૂટ ઉંચાઈએ હાય ટેન્શન લાઈનમાં ધડાકાં સાથે તણખલા નીકળ્યા બાદ પિતા દોડીને ત્રીજા માળે જતા લોખંડના સળિયાનો એક છેડો પુત્રના હાથમાં અને બીજો છેડો હાય ટેન્શન લાઇનને સ્પર્શતો જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. કરીયાણાના વેપારીના એકના એક પુત્રના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સચિન GIDC પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

બાળકના મોતથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા.
બાળકના મોતથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા.

ત્રીજા માળે મૃતક બાળકનો રૂમ બનતો હતો
જય પ્રકાશ મિશ્રા (મૃતક બાળકના પિતા) એ કહ્યું હતું કે, તેઓ મધ્ય પ્રદેશના વતની છે અને વર્ષોથી સુરત સચિન પાલી ગામના કૈલાશ નગરમાં રહેતા આવ્યા છે. કરીયાણા સ્ટોર ચલાવતા જય પ્રકાશે જણાવ્યું હતું કે, હાલ બાજુમાં તેમનું ત્રણ માળના એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાં ત્રીજા માળે આયુષ (ઉ.વ. 12) નો રૂમ તૈયાર થઈ રહ્યો હતો. આયુષ દિવસના ત્રણથી ચારવાર એ રૂમની મુલાકાત લેતો હતો.

જ્યાં મોત થયું ત્યાં સામે જ પિતા કરીયાણાનો સ્ટોર ચલાવે છે.
જ્યાં મોત થયું ત્યાં સામે જ પિતા કરીયાણાનો સ્ટોર ચલાવે છે.

લોખંડનો સળિયો હાય ટેન્શન લાઈને સ્પર્શ કરતો હતો
વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની સાંજે આયુષ પોતાના રૂમના બાંધકામવાળી જગ્યા પર ગયો હતો. ત્યારબાદ અચાનક હાય ટેન્શન લાઈનમાં ધડાકાં બાદ તણખલા નીકળતા તેઓ દોડીને ત્રીજા માળે રૂમમાં ગયા હતા. જ્યાં આયુષ જમીન પર પડેલો હતો. એના હાથમાં લોખંડનો સળિયો હતો. સળિયાનો બીજો છેડો ઘર બહારથી પસાર થતી હાય ટેન્શન લાઇન પર હતો. આ જોઈ તેમણે બુમાબુમ કરી પુત્રને હાથમાં ઉપાડી ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં આયુષને મૃત જાહેર કરાયો હતો.

પરિવારના એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ.
પરિવારના એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ.

જે રૂમમાં તે રહેવાનો હતો તે રૂમમાં મોત મળ્યું
પરિવારના એકના એક પુત્રના મોતના સમાચાર સાંભળી માતા શોકમાં સરી પડી હતી. આયુષ એકનો એક દીકરો હતો ત્યારબાદ એક પુત્રી નો જન્મ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, જે રૂમમાં તે રહેવાનો હતો તે રૂમમાં મોત મળ્યું છે. સચિન GIDC પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ બિલ્ડીંગના ત્રીજા માળે બાળકનો રૂમ બની રહ્યો હતો.
આ બિલ્ડીંગના ત્રીજા માળે બાળકનો રૂમ બની રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો