ભાસ્કર એક્સક્લુઝિવ:ITમાં 12 વર્ષ જૂના કેસ ફરી ખુલ્યા, નિયમ મુજબ 6 જ વર્ષના રેકર્ડ સાચવવાના હતા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જૂના કાયદાની નોટિસ હવે નવા માપદંડ હેઠળ ચાલશે
  • CBDTએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નવો સર્ક્યુલર પણ બહાર પાડી દીધો

કેસ રિઓપન કરવા અંગેના સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ સ્થિતિ ક્લિયર થઈ છે અને તેની સમીક્ષા કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા એક સર્ક્યુલર પણ બહાર પાડી દીધો છે આ સાથે જ છેલ્લાં 12 વર્ષના હિસાબો માગતી નોટિસો પણ આઇટીએ ઇશ્યુ કરી દીધી છે. પરંતુ નવાઈની વાત એ છે કે આઇટીના નિયમ પ્રમાણે છેલ્લાં છ જ વર્ષના હિસાબો સાચવવાના હોય છે.

આ અંગે સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે જે કરદાતાઓ માટે અઘરો સમય છે કેમકે 12 વર્ષ જુના હિસાબો કોઇ લાવે ક્યાંથી અંદાજે નવ હજાર જેટલાં કેસો રિઓપન થયા છે.

તફાવત: અગાઉ સ્થિતિ શું હતી અને હવે શું થઈ ગઈ?
નવા નિયમ મુજબ 6 વર્ષની જગ્યાએ 3 જ વર્ષના હિસાબો ખુલનાર હતા. જો 50 લાખથી વધુના બેનામી વ્યવહારો મળે તો જ 6 વર્ષના હિસાબો ખુલવાનો નિયમ આવ્યો. આ નિયમો એકંદરે કરદાતા માટે રાહતજનક હતા. પરંતુ અધિકારીઓએ 1 એપ્રિલ 2021 કોરોનાના બહાના હેઠળ રદ થયેલાં કાયદાની પણ નોટિસો મોકલી દીધી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે જૂના કાયદાની નોટિસો હવે નવા કાયદાની પ્રોસેસ હેઠળ જ આગળ વધશે. સી.એ. સૂત્રો કહે છે કે કોર્ટના અર્થઘટન બાદ કરદાતા દોડતા થઈ ગયા છે. કેમ કે હિસાબી વર્ષ 2012-13ની પણ નોટિસો નિકળી છે.

હવે આ નોટિસો શો-કોઝ નોટિસો ગણાશે

  • તમામ નોટિસો જે આકારણી વર્ષ 2013-14થી આકારણી 2017-18ની નીકળી છે તે શોકઝ નોટિસો ગણાશે. પહેલાં 3 વર્ષમાં 50 લાખથી વધારેની આવક છુપાવી હોય તો જ ખાતુ આગળ ચાલશે.
  • બીજી જુન, 2022 સુધી તમામને કંઇ માહિતીને આધારે શો-કોઝ નોટિસો કાઢી છે તે ડેટા મળી જશે.
  • બે અઠવાડિયામાં એટલે કે 16મી જુન, 2022 સુધીમાં કરાદાતાઓએ જવાબ આપવો પડશે. શોકોઝના જવાબ માટે થોડો વધારે સમય માગવામાં આવશે તો તે મળશે.
  • શો-કોઝ નોટિસ અને કરદાતાઓના જવાબને આધારે આવકવેરા અધિકારી કરદાતાનો કેઇસ રીઓપન કરવા અંગેનો ઓર્ડર પસાર કરશે.
અન્ય સમાચારો પણ છે...