તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડ અસર:સુરતમાં 12 મહિલા પોલીસ તાલિમાર્થીઓને વેક્સિન લીધા બાદ તાવ, માથામાં દુઃખાવાની અસર, સિવિલમાં સારવાર હેઠળ ખસેડાઈ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલિમાર્થી બહેનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. - Divya Bhaskar
તાલિમાર્થી બહેનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
  • સનસાઈન હોસ્પિટલમાં વેક્સીન લીધા બાદ આડ અસર થતાં તંત્ર દોડતું થયું

શહેરમાં બીજા તબક્કામાં કોરોના વેક્સિન મૂકવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જેમાં પોલીસ કમિશનર,પાલિકા કમિશનર,કલેકટર જેવા ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓને વેક્સિન મુકવામાં આવી હતી.ત્યારે પીપલોદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે બપોરે આ રસી મૂકાયા બાદ પોલીસ તાલિમાર્થી 12 યુવતિઓને એક સાથે તાવ,માથામાં દુઃખાવા સહિતની તકલીફો થતા બધા ગભરાઈ ગયા હતા,તેમજ 12 જેટલી તાલિમાર્થી યુવતીઓને સારવાર માટે તાત્કાલિક નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તમામની તબિયત સાધારણ હોવાની સાથે આરોગ્ય અધિકારીએ આડઅસર નહી પરંતુ સામાન્ય અસર હોવાનું કહ્યું હતું.

110માંથી 12ને આડઅસર
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈ કાલે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સીન મુકવાની વ્યવસ્થા કરવાંમાં આવી હતી.આ સિવાય શહેરની બેંકર અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં પણ વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,ત્યારે હાલમાં અઠવાલાઇન્સ ખાતે પોલીસ હેડક્વાટરમાં રહેતી અને પોલીસની તાલીમ લઇ રહેલી 110 જેટલી તાલિમાર્થી યુવતીઓ માટે પણ આ વેક્સીન મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાંથી 12ને આડઅસર થઈ હતી.

આડઅસરથી બધા ગભરાઈ ગયા
ગઈકાલે બપોરે 1 વાગ્યે 55 તાલીમાર્થી યુવતીઓએ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી.ત્યાર બાદ તેઓ પરત હેડક્વાટરમાં ચાલી ગયા હતા,પરંતુ સાંજે 7.30 થી પોણા આઠ વાગ્યાના અરસામાં એક સાથે કેટલીક યુવતીઓને માથામાં,શરીરમાં દુખવાઓ થવા લાગ્યો હતો,તેમજ તાવ આવવાની સાથે ઠંડી પણ લાગતી હતી,અને કેટલીક યુવતીઓને શરીરમાં અશક્તિ જેવું પણ લાગતું હતું .એક સાથે ઘણી યુવતીઓને આ તકલીફ થતા બધા ગબરાઈ ગયા હતા.

સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
12 જેટલી યુવતીઓને વધુ તકલીફ થવા લાગતા રાત્રી દરમિયાન તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,ટ્રોમા સેન્ટરમાં તેમને જરૂરી સારવાર આપ્યા બાદ 12 યુવતીઓને એફ-0 વોર્ડમાં (ફિમેલ મેડિસિન વોર્ડ ) દાખલ કરવામાં આવી હતી.ઘટનાને પગલે પોલીસ કર્મચારીઓ પણ દોડતા થઇ ગયા હતા.અને યુતિઓની ખબર અંતર પૂછવામાં માટે સિવિલ ખાતે દોડી આવ્યા હતા.

તમામની તબિયત સારી
વેક્સીન લેવાથી ઘબરાવવાની કોઈ જરૂર નથી,જે યુવતીઓને આ તકલીફ કે ફરિયાદો થઇ છે, એ નોર્મલ કહી શકાય. તેમજ એને બોડીમાં નોર્મલ રિસ્પોન્સ કહેવામાં આવે છે, આજે સાંજ સુધીમાં બધાને રજા પણ આપી દેવામાં આવશે.-(ડો.અમિત ગામીત- મેડિસિન વિભાગ નવી સિવિલ હોસ્પિટલ)

સામાન્ય લક્ષણો-આરોગ્ય અધિકારી
પાલિકાના આરોગ્ય અધિકારી ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે, આ સિમ્ટમ્સ સામાન્ય કહેવાય. રસી લીધા બાદ શરીરમાં ફેરફાર થાય તેના કારણે આવું થઈ શક્યું હોય. જો કે તેમાં કોઈ ચિંતાનો વિષય નથી. તમામની તબિયત સાધારણ છે.