રેલ્વે વિભાગ:સુરત -બાંદ્રા ટર્મિનસ અને સૌરાષ્ટ્ર સહિત 12 ટ્રેન રદ, 18 ટ્રેન રિશિડ્યુલ અને 8 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાનગાંવ- દહાણુ વચ્ચે મેગા ટ્રાફિક બ્લોકથી અસર

વાનગાંવ -દહાણુ રોડ વચ્ચેના બ્રિજ પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે વાનગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે ઘણી ટ્રેનોનું નિયમન કરાશે. ટ્રેનોને ટૂંકા સમય માટે આંશિક રીતે રદ કરાશે. મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાશે. ડાઉન મેઇન લાઇન પર સવારે 6.30 થી બપોરે 2.30 કલાક સુધી અને અપ મેઇન લાઇન પર સવારે 8.15 થી 9.15 કલાક સુધીનો બ્લોક લેવાશે. 18 ટ્રેનને રિશિડ્યુલ અને 8 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે.

8 મે, 2022ના રોજ રદ કરાયેલી ટ્રેનો
1.બાંદ્રા ટર્મિનસ - સુરત એક્સપ્રેસ
2.મુંબઈ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
3. વિરાર-વલસાડ મેમુ
4.બાંદ્રા ટર્મિનસ - વાપી મેમુ
5. ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ
6. ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ
7. સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
8.દહાણુ રોડ - બોરીવલી મેમુ
9. વાપી-વિરાર મેમુ
10.દહાણુ રોડ-દાદર લોકલ
11. દહાણુ રોડ-વિરાર લોકલ
12. પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ.

અન્ય સમાચારો પણ છે...