બેઠક:ટેક્સટાઈલ અપગ્રેડેશન માટે 5 વર્ષમાં રૂ.12 હજાર કરોડની સબસિડી અપાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટફના સ્થાને નવી યોજના માટે કાપડ મંત્રાલયની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઇ

31મી માર્ચે ટેક્સટાઇલ માટેની ટફ યોજનાના સ્થાને નવી યોજના ટેક્સટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ(ટીટીડીએસ) હેઠળ આગામી 5 વર્ષમાં 12060 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ટીટીડીએસને લાગુ કરવા અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના અપગ્રેડેશન માટે કાપડ મંત્રાલય દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સહિત દેશની વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી તેમના સૂચનો મેળવવા એક બેઠક યોજાઇ હતી. નવા ઉદ્યોગોની સ્થાપના કરનાર ઉદ્યોગપતિઓને કેપિટલ ઈનવેસ્ટમેન્ટ ઉપર 25થી 30 ટકા સુધીની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.

31મી માર્ચ 2022માં ટફ યોજના પૂર્ણ થઈ રહી છે. તેના સ્થાને ફેરફારો સાથે 1લી એપ્રિલ 2022થી ટેક્સટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમની કાપડ મંત્રાલય દ્વારા જાહેરાત કરાશે. નવી યોજનાેમાં સુધારો કરવા અને કાપડ ઉદ્યોગકારોના મત જાણવા માટે ટેક્સટાઇલ સચિવ ઉપેન્દ્રસિંઘના નેજા હેઠળ બેઠક યોજાઇ હતી.

જેમાં ચેમ્બર સહિત દેશના વિવિધ સંગઠનો જોડાયા હતાં. ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ માટે 280 કરોડની સબસિડીની જોગવાઈ, ઉત્પાદન કરનાર ફેક્ટરીને રૂ.1230 કરોડ, ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટો માટે કુલ 1625 કરોડ, નીટીંગ યુનિટ્સ માટે150 કરોડની સબસિડીની જોગવાઇ, મોડર્ન જ્યુટ મિલ માટે150 કરોડની જોગવાઇ અને યાર્ન મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે375 કરોડની સબસિડીની જોગવાઇ. ટેક્સટાઇલમાં વિદેશી કંપનીઓ જો ભારતમાં સંયુક્ત સાહસથી મશીનરી ઉત્પાદન કરશે તો તેવા યુનિટોને 5000 કરોડની સબસિડી અપાશે.

‘દક્ષિણ ગુજરાતમાં જંગી રોકાણ આવશે’
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું હતું કે, ‘ટફની સ્કિમમાં 10 ટકા સબસિડી મળતી હતી છતાં ટફની સ્કીમમાં સમગ્ર દેશમાંથી 60 ટકા ગુજરાતે, તેમાંથી 80 ટકા સુરતે લાભ લીધો છે. નવી સ્કીમમાં 25થી 30 ટકા જેટલી સબસિડી મળશે. જેને લઈને ટેક્સટાઈલના તમામ સેક્ટરને ફાયદો થશે. સરકારની આ યોજનાને કારણે દક્ષિણ ગુજરાતમાં જંગી રોકાણ થશે.

અન્ય સમાચારો પણ છે...