તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:12 લાખ લોકો વતનમાં અને વાલીઓ પણ ઈ-લર્નિંગથી નારાજ, પરીક્ષા લેવા સ્વર્નિભર સંચાલક મંડળનો વિરોધ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્ર ઘરે ઘરે પહોંચાડવામાં શિક્ષકોને પણ કોરોના સંક્રમણ થવાની દહેશત

વૈશ્વિક મહામારી કોરોનાએ સુરત જિલ્લાને ભરડામાં લીધો છે. જેને લીધે શાળાઓ બંધ કરાઈ છે.  વિદ્યાર્થીઓને હોમ લર્નિંગથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે DEOએ તા.29થી 30 જુલાઇ દરમિયાન ધોરણ 9 થી 12ની પ્રથમ એકમ કસોટી લેવાનો આદેશ કર્યો છે. આ આદેશનો વિરોધ કરતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરૂએ જણાવ્યું હતુંકે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છેકે, સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણે પીક પર છે. ત્યારે શિક્ષકોએ ઘરે ઘરે જઇને પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરીથી સંક્રમણની શક્યતા રહેલી છે.અન્ય રાજ્યના વતની એ‌વા 12 લાખ જેટલા લોકો વતનમાં હોવાથી વિદ્યાર્થીઓ સુરતમાં હાજર નથી. આ ઉપરાંત કેટલાક વાલીઓ હોમ લર્નિંગનો વિરોધ કરતા હોવાથી તેઓ હોમ લર્નિંગના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા નથી. તો બીજી તરફ લોકડાઉનના કારણે આર્થિક તંગી અનુભવી રહેવા વાલીઓ ફી નથી ભરી શક્યા તો  શાળાઓને પણ કર્મચારીઓના પગાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇને એકમ પરીક્ષા રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...