ડભોલી રોડ જીઆરએફએલ આઈ ખોડીયાર સોસાયટીના પ્લોટમાં બહારથી લોક મારી અંદરથી જુગાર રમાડતા 12 નબીરાઓને પોલીસે બપોરે પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી રોકડ અને મોબાઇલ 1.88 લાખ, બે કાર, 6 બાઇક સહિત 6.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓ હીરાનો વેપાર, દલાલી, એમ્બોઈડરીના કારખાનેદાર અને ટેક્ષટાઇલના ધંધા સાથે સંકળાયેલા છે.
અંકુર કાકડીયા પ્લોટમાં જુગાર રમાડતો હતો. તેનો ભાઈ ધવલ પણ પકડાયો હતો. પોલીસે અંકિત બાબુ કાકડીયા (રહે, ખોડીયાર સોસા), અંકુર, ધવલ રાજુ કાકડીયા (બંને રહે, સરદાર કોમ્પલેક્ષ, ડભોલી), શૈલેષ બાબુ ભાયાણી (રહે, સુર્વણ એપાર્ટ, વેડ ગામ), જીગ્નેશ અમરસિંહ ભાવનગરીયા (રહે, શીવધારા એપાર્ટ, ડભોલી), ભરત ભગવાન મોડીયા (રહે, રાધા ક્રિષ્ના સોસા, ડભોલી), મિનેશ ગોવર્ધન કણકોટીયા (રહે, ઈન્દ્રલોક રેસી, મોટા વરાછા), રિયાઝ આલમ મલીક (રહે, બુટવાળા બિલ્ડિંગ, વેડ દરવાજા), વિપુલ મનજી ગઢીયા (રહે, બ્રહ્રલોક રેસીડન્સી, ડભોલી), ઈનુસ આલમ મલીક (રહે, આમના એપાર્ટ, વેડ દરવાજા), હિતેશ રમેશ ડોબરીયા (રહે, સ્કાય હેવન, વેડ ગામ) અને બિપીન લક્ષ્મણ ગોટી (રહે, રાજહંસ સોસા, કતારગામ)સામે સિંગણપોર પોલીસે જુગારધારાની કલમો મુજબની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.