તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરેજમાં માસ્ક પણ જ્વેલરી:મુંબઈમાં લગ્ન આયોજન માટે 2.5 કેરેટના 12 માસ્ક બનાવી 6 પરિવારને મોકલાયા, એક માસ્કની કિંમત 1.5 લાખ રૂપિયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નગાળાના કારણે ડાયમંડ જડિત માસ્કની ડિમાન્ડ

ડાયમંડની સાથો સાથ ડાયમંડ જ્વેલરી માટે પણ સુરત દેશની સાથે વિદેશમાં જાણીતું થઇ રહ્યું છે ત્યારે વિવિધ જવલેરીની સાથો-સાથ હીરા જડિત માસ્કની પણ ડિમાન્ડ વધી રહી છે. મુંબઈના 6 પરિવારમાં સુરતના જ્વેલર્સે 12 ડાયમંડ જડિત માસ્ક તૈયાર કરીને મોકલ્યા છે.

લગ્નગાળાને કારણે ડિમાન્ડ વધી
સુરતના એક જ્વેલર્સે તૈયાર કરેલા હીરા જડિત 12 માસ્ક છેલ્લા 1 મહિનામાં મુંબઈ ડિલિવર કરાયા છે. માસ્ક ઉત્પાદક અને ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો.(ઈબજા)ના સ્ટેટ ડિરેક્ટર નૈનેષ પચ્ચીગર જણાવે છે કે, માસ્ક હાલ કોરોનાથી બચવા અનિવાર્ય છે. પરંતુ લગ્નગાળાના કારણે ડાયમંડ જડિત માસ્કની ડિમાન્ડ છે. જેને પગલે મુંબઈના જ્વેલર્સ સુરતના જ્વેલર્સ પાસે હીરા જડિત માસ્ક ઓર્ડર કરી રહ્યા છે.

લગ્નની લક્ઝરી જાળવવા ડાયમંડ જડિત માસ્કની ડિમાન્ડ
કોરોનાના બીજા કહેરને ડામવા માટે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ જાહેર કર્યું છે. જેના કારણે લગ્નના આયોજનને અસર થઇ રહી છે. ત્યારે સરકારની ગાઈડલાઈને પ્રમાણે માસ્કની અનિવાર્યતા દૂર કરવા સહિત લક્ઝરી પણ જાળવવા માટે ડાયમંડ જડિત માસ્કની ડિમાન્ડ કરી રહ્યા છે. જેની સામે મુંબઈના 6 પરિવારમાં સુરતના જ્વેલર્સે 12 ડાયમંડ જડિત માસ્ક તૈયાર કરીને મોકલ્યા છે.

વિવિધ જ્વેલરીની સાથો-સાથ હીરા જડિત માસ્કની પણ ડિમાન્ડ વધી
ડાયમંડની સાથો સાથ ડાયમંડ જ્વેલરી માટે પણ સુરત પ્રખ્યાત દેશની સાથે વિદેશોમાં થઇ રહ્યું છે. ત્યારે વિવિધ જ્વેલરીની સાથો-સાથ હીરા જડિત માસ્કની પણ ડિમાન્ડ વધી રહી છે. સુરતના એક જ્વેલર્સે તૈયાર કરેલા હીરા જડિત 12 માસ્ક છેલ્લા 1 મહિનામાં મુંબઈ ડિલિવર કરવામાં આવ્યા છે.

એક માસ્કને બનતા સરેરાશ 7-8 દિવસ થાય
મુંબઈના જ્વેલર્સ સુરતના જ્વેલર્સ પાસે હીરા જડિત માસ્ક ઓર્ડર કરી રહ્યા છે. અમે કુલ 12 માસ્ક તૈયાર કર્યા છે. વીવીએસ ક્વોલિટીના અને 2.5 કેરેટના 165 નંગ હીરા જડિત રૂ.1.5 થી 4 લાખની કિંમતના માસ્ક તૈયાર કર્યા છે. એક માસ્કને બનતા સરેરાશ 7-8 દિવસ થાય છે.

  • 165 હીરા (2.5 કેરેટ) જડિત માસ્ક
  • 7-8 દિવસમાં તૈયાર કરાયું માસ્ક
  • 1.5 લાખ રૂપિયા એક માસ્કની કિંમત
  • 12 માસ્ક તૈયાર કરી મુંબઇ મોકલાયા