ક્રાઈમ:કાપોદ્રા-ડિંડોલીમાં જુગાર રમતા 12 ઝડપાયા, 51800નો મુદ્દામાલ કબજે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાના વરાછા પાસે આવેલ પશુપતિનાથ સોસાયટીમાં જુગાર રમતા હરીશ ગંગારામ પટેલ, લાલુ પ્રેમજી રાઠોડ,અરવિંદ સડથાભાઈ બારૈયા, સંજય નગીન પટેલ, મહેશ મારૂતિભાઈ ચૌહાણ અને વિનોદ સડથાભાઈ બારૈયાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દાવ પરના અને અંગઝડતીના મળીને 46300 રૂપિયા કબજે કર્યા છે. 

ડિંડોલી પોલીસે અંબિકા પાર્ક સોસાયટીમાં જુગાર રમતા નિતિન અશોક ઇશી, સંજય જગદિશ બોરસે, સીતારામ બૈસાને, પ્રકાશ મહાલે, ગોપાલ ગુરવ અને મહેન્દ્ર પાટીલને પકડીને તેમની પાસેથી જુગારના 5500 રૂપિયા કબજે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...