હુમલો:સુરતના વરાછામાં 12થી વધુ ઈસમોનો યુવક પર હુમલો, હુમલાખોરો તલવાર અને ફટકા લઈને ફરતાં હોવાનું CCTVમાં કેદ

સુરત4 મહિનો પહેલા
હુમલાખોરો મોપેડ પર તલવાર લઈને ફરતા સીસીટીવીમાં કેદ થયા.
  • હુમલામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

સુરત શહેરના વરાછામાં સંતોષ નગર શાકભાજી માર્કેટ પાસે 12-15 ઈસમોએ યુવકને જાહેરમાં ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાખોરો ઇજાગ્રસ્ત મેહુલ બામણિયાના ઘર પાસે તલવાર અને ફટકા લઈ વોચ ગોઠવીને ફરતા હોવાના સીસીટીવી સામે આવતા હુમલો પૂર્વ આયોજિત હોવાનું કહી શકાય છે. ઇજાગ્રસ્ત મેહુલ રતન કલાકાર હોવાનું અને હુમલો મંગળવારની સાંજે થયો હોવાનું પોલીસ જણાવી રહી છે. જોકે હજી સુધી હુમલાનું મુખ્ય કારણ અને હુમલાખોરો પોલીસ પકડથી દુર હોવાનું કહી શકાય છે.

હાથ-પગ, છાતી અને મોઢા પર ઘા માર્યા
મેહુલ બામણિયા (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે હું સંયુક્ત પરિવાર સાથે રહું છું. હીરાની પેઢીમાં રતન કલાકાર તરીકે કામ કરૂં છું. મૂળ ઉના, ગીર સોમનાથનો રહેવાસી છું. હું મંગળવાર ની સાંજે બુટ ભવાની શાકભાજી માર્કેટ નજીક ગયો હતો. જ્યાં હુમલાખોરો દેવા રાણા, બાલા કરશન, લાલો સહિત 10-12 જેટલા ઈસમોએ મને આતરી મારી ઉપર તલવાર અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હાથ-પગ છાતી અને મોઢા પર ઘા મારી મને પતાવી દેવાની કોશિશ કરાઈ હતી.

હાથ-પગ છાતી અને મોઢા પર ઘા મારી મને પતાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.
હાથ-પગ છાતી અને મોઢા પર ઘા મારી મને પતાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.

યુવાન જીવ બચાવી ભાગી જતા બચી ગયો
વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં હુમલો થયા બાદ હું જીવ બચાવી ભાગી જતા આજે જીવિત છું. મારા મિત્રો ને જાણ થતાં તેઓ મને હોસ્પિટલ લઈ ગયા હતા. જયાંથી મેં પોલીસ ફરિયાદ કરી છે. એટલું જ નહીં પણ મારા ઘર નજીક આ હુમલાખોરો તલવાર અને લોખડના પાઇપ લઈ ને ફરતા સીસીટીવીમાં કેદ થયા છે. મારી ઉપર હુમલો પૂર્વ આયોજિત હોવાનું કહી શકાય છે. મારા ભાઈ સાથેના ઝઘડામાં મારા પર હુમલો કરાયો છે. મારો ભાઈ હાલ જેલમાં 307ના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. 6 મહિના પહેલા એના પર પણ આવી જ રીતે હુમલો કરી પતાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

ઈજાગ્રસ્ત યુવકની ફાઈલ તસવીર.
ઈજાગ્રસ્ત યુવકની ફાઈલ તસવીર.