તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભાવના:11મીએ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઈમાંથી 7019 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ
  • અડધાથી સવા ઇંચ વરસાદ થઇ શકે

અઠવાડિયાથી શહેરમાં વરસાદના વિરામ વચ્ચે હવે આગામી 11 જુલાઇથી શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગે સુરત શહેરનું આગામી 5 દિવસ માટેનું ફોરકાસ્ટ જાહેર કર્યું છે. ફોરકાસ્ટ મુજબ, શહેરમાં તા. 8,9 જુલાઇના રોજ આકાશ આંશિક અંશે વાદળછાયું તેમજ 10,11ના રોજ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની સંભાવના છે. જ્યારે તા. 11મના રોજ મધ્યમ વરસાદ (7.6 મીમીથી 35.5 મીમી) પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 32.6 ડિગ્રીથી 35 ડિગ્રી અને લઘુત્તમ 25.9થી 26.6 ડિગ્રી વચ્ચે રહેશે.

15થી 21 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ શકે છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ 28.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 77 ટકા અને સાંજે 63 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. ઉકાઇ ડેમની સપાટી 313.42 ફૂટ જ્યારે 7019 ક્યુસેક પાણી હાઇડ્રો અને કેનાલ મારફતે ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે. વિયર કમ કોઝવેની સપાટી 4.73 મીટર છે. ઉપરવાસમાં વરસાદના વિરામને લઇ ઉકાઇ અને કોઝવેની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...