લોકડાઉન v/s અનલોક / અનલોક થતાં જ સુરતમાં કોરોનાનો કાળો કેરઃ 61 દિવસમાં 11,938 કેસ, 525 મૃત્યુ અને 8217 રિકવર થયા

11,938 Corona cases, 525 deaths and a total of 8,214 were recovered In the last 61 days surat
X
11,938 Corona cases, 525 deaths and a total of 8,214 were recovered In the last 61 days surat

  • લોકડાઉનના 68 દિવસમાં માત્ર 1725 કેસ, 72 મોત અને 1148 રિકવર થયા હતા
  • અનલોક-1 અને અનલોક-2માં કેસ, મોત અને રિકવરીમાં ધરખમ વધારો થયો

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:26 PM IST

સુરત. શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેમાં અનલોકના છેલ્લા 61 દિવસમાં જ કોરોનાના 11,938 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 525 થઈ ગયો છે. જ્યારે શહેર જિલ્લામાં કુલ 8217 કોરોના દર્દી રિકવર થયા છે. જેથી સુરતમાં અનલોકમાં કેસ, મોત અને રિકવરમાં ધરખમ વધારો થયો છે.

લોકડાઉન અને અનલોકની સરખામણી
સુરતમાં કોરોનાના કેસ, મોતની લોકડાઉન અને અનલોકની સરખામણી કરીએ તો લોકડાઉનના 68 દિવસમાં 1725 કેસ અને 72 મોત થયા હતા. જ્યારે અનલોકના 61 દિવસમાં 11,938 કેસ અને 525 મોત થયા છે. જેથી લોકડાઉનના 68 દિવસ કરતા અનલોકના 61 દિવસમાં 6.9 ગણા કેસ વધ્યા છે. જ્યારે લોકડાઉનના 68 દિવસ કરતા અનલોકના 61 દિવસમાં 7.2 ગણા મોત વધ્યા છે. આ સાથે લોકડાઉનના 68 દિવસ કરતા અનલોકના 61 દિવસમાં 7.1 ગણા રિકવર થયા છે.

લોકડાઉન અને જુલાઈ મહિનાની સરખામણી
સુરતમાં કોરોનાના કેસ, મોતની લોકડાઉન અને જુલાઈ મહિનાની સરખામણી કરીએ તો લોકડાઉનના 68 દિવસમાં 1725 કેસ અને 72 મોત થયા હતા. જ્યારે જુલાઈ મહિનાના 31 દિવસમાં 8403 કેસ અને 403 મોત થયા છે. જેથી લોકડાઉનના 68 દિવસ કરતા 4.8 ગણા કેસ જુલાઈમાં નોંધાયા, 5.5 ગણા મૃત્યુ વધ્યા છે. જ્યારે અનલોક-1 કરતા 2.3 ગણા કેસ જુલાઈમાં સામે આવ્યા, 1.4 ગણા મૃત્યુ વધ્યા છે.

લોકડાઉન-અનલોક-1ની અનલોક-2 સાથે સરખામણી
લોકડાઉન અને અનલોક-1માં 98 દિવસમાં 5260 કેસ અને 194 મોત નોંધાયા હતા. જ્યારે જુલાઈના 31 દિવસમાં 8403 કેસ અને 403 મોત નોંધાયા છે. જેથી 98 દિવસમાં 5260 કરતા દોઢ ગણા કેસ 31 દિવસમાં નોંધાયા છે. જ્યારે 2 ગણા મૃત્યુ વધ્યા છે.

આગામી 15 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે
દક્ષિણ ગુજરાતના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, આપણે પીકમાંથી પસાર થઈ ગયા હોય તેવું હાલ લાગી રહ્યું છે. ઓપીડીમાં તેમજ દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો દેખાય રહ્યો છે. જેથી આગામી પંદર દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી