પાંડેસરા GIDC વિસ્તારમાં અંધારાનો લાભન લઈ છેલ્લા કેટલાક સમયથી ચોરી સહિતની ગુનાહીત પ્રવૃત્તિઓ બની હતી. આ પ્રવૃત્તિને અકુંશમાં લાવવા ઔદ્યોગિક એકમો દ્વારા બંધ સ્ટ્રીટ લાઇટને મરામત કરવાની સાથે વધુ લાઇટ પોલ ઊભા કરવાની માંગ કરવામાં આવી હતી. જે અંગે સમગ્ર પાંડેસરા GIDC વિસ્તારમાં 12 મીટરના રસ્તાઓ પર વધુ પ્રકાશ ફેલાય તે માટે કુલ 119 લોકેશન પર LED લાઇટ પોલની સુવિધા ઊભી કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાઇ હતી. જેની કામગીરી હાથ ધરાઈ છે.
પાલિકાના સાઉથ ઝોન-એ વિસ્તારમાં આવતા પાંડેસરા GIDCવિસ્તારમાં ગીચ યુનીટ ચાલી રહ્યાં છે. જ્યાં 24 કલાક વાહનોની તેમજ લેબર તથા વેપારીઓની અવર-જવર રહેતી હોવાથી સમગ્ર વિસ્તારમાં LED લાઇટના નવા પોલ ઊભા કરવાની માંગ ઊઠી હતી. આ અંગે ઉધના ઝોન દ્વારા પાંડેસરા GIDC વિસ્તારમાં સરવે કામગીરી કરાઇ હતી. વિભાગે 12 મીટરના રોડ પર જુના પોલની જગ્યાએ 7 મીટરની ઊંચાઇ ધરાવતા પોલ ઇન્સ્ટોલ કરવાની સાથે લાઇટ ફિટીંગ પણ પુરી પાડવાની કવાયત હાથ ધરી હતી.
જે અંગે પાલિકા કમિશનરે આ કામગીરી હેઠળ કુલ 38.29 લાખના ખર્ચના અંદાજથી 15.52 ટકા નીચા ભાવે નક્કી યુનિટ રેઇટ પ્રમાણે ઇજારદારને કામ સોંપવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં 18 GST અલગથી ચુકવવાની સાથે 38.17 લાખના ખર્ચનો અંદાજ છે. આ કામગીરી યુનિટ રેઇટ ભરનાર પાલિકાના 20 જેટલા કોન્ટ્રાક્ટરો પૈકી કોઇ એકને સોપવા અંતર્ગત નિર્ણય લેવા સ્ટેન્ડિંગ કમિટીને જાણ કરાઇ છે. આ અંગે ગુરૂવારે યોજાનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.