તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:સુરતમાં સર્જાયેલી લોહીની અછતને લઈને ફાયરબ્રિગેડના 119 જવાનોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત તમામ કેડરના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. - Divya Bhaskar
ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત તમામ કેડરના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.
  • ફાયરબ્રિગેડના ઓફિસરથી લઈને તમામ કેડરના કર્ચમારીઓએ હોંશે હોંશે રક્તદાન કર્યું

કોરોના સંક્રમણ બાદ શહેરમાં રોજિંદી જરૂરીયાતની સામે લોહીની અછત સર્જાઈ છે. ત્યારે આગ પર કાબૂ મેળવવાનું ઈમરજન્સી સેવા આપવાનું કામ કરતાં પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય છે. વેસુ ફાયર સ્ટેશન ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ફાયરબ્રિગેડના અધિકારીઓથી લઈને તમામ ગ્રેડના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ રક્તદાન કર્યું છે. ફાયરબ્રિગેડના 119 કર્મચારીઓએ રક્તદાન કરીને માનવતા મહેકાવી છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંક પરીકે કહ્યું કે, રક્તદાનની શહેરમાં જરૂરીયાતને પહોંચી વળવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કર્મચારીઓએ ખૂબ સારો સહયોગ આપ્યો છે લોકોએ પણ જાગૃતિ દર્શાવીને રક્તદાન કરવું જોઈએ.

રક્તદાન કેમ્પમાં કર્મચારીઓએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો.
રક્તદાન કેમ્પમાં કર્મચારીઓએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો.

રક્તદાનની જરૂરિયાત પૂરી કરવા પ્રયાસ
સ્મીમેર હોસ્પિટલમાં રક્તની અછત હોવાનું સામે આવતાં ઈન્ચાર્જ તીફ ઓફિસર બસંત પરીકે પાલિકા કમિશનર મંજૂરી મેળવીને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સુરત ફાયર અને ઈમર્જન્સી સર્વિસીસના અધિકારી અને કર્મચારીઓને સ્વૈચ્છીક રક્તદાન કાર્યક્રમ વેસુ ફાયર સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો.

કર્મચારીઓ અને તેમના સંબંધીઓએ રક્તદાન કર્યું હતું.
કર્મચારીઓ અને તેમના સંબંધીઓએ રક્તદાન કર્યું હતું.

119 કર્મચારીઓએ રક્તદાન કર્યુ
ફાયર વિભાગનાં કુલ 119 કર્મચારીઓએ પોતાની આગ અકસ્માતની રેગ્યુલર ફરજ બજાવવા ઉપરાંત સમાજનાં હોસ્પિટલમાં દાખલ એવા જરૂરતમંદોને રક્તની જરૂર પડી શકે છે. ફાયરખાતાના અન્ય 5 અધિકારી તેમજ 90 ઉપરાંત ફાયરમેન, ડ્રાઈવર, જમાદાર,માર્શલ, લીડર,કલીનર સહિતની કેડરનાં કર્મચારી ફાયર સ્ટાફનાં કર્મચારીઓનાં ફેમિલી મેમ્બરે રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.