તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મહાનગરપાલિકા ચૂંટણી 2021:ઉમેદવારી નોંધાવવા છેલ્લા દિવસે 1182 ઉમેદવારી પત્ર નોંધાયા; નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ, પૂર્વ પ્રમુખ ધરણાં પર બેઠાં

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે : ધાર્મિક માલવિયા - Divya Bhaskar
કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે : ધાર્મિક માલવિયા

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે વધુ 1182 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવામાં આવતા હાલ સુધીમાં ચૂંટણી પંચ સમક્ષ 1371 જેટલા ઉમેદવારીપત્ર ભરાયા છે. પાલિકાના 30 વોર્ડ પર 120 નગર સેવકો માટેની તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા 15 રિટર્નિંગ ઓફિસરોની કચેરી પર ધમધમાટ રહ્યું હતું.

કેટલાક ઉમેદવારો બળદ ગાડું, ટ્રેક્ટર લઇને, ડીજે સાથે આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો તો સેવા સદનમાં રેલી સ્વરૂપે એક સાથે ઉમેદવારી નોંધાવા માટે આવ્યા હતા. પાસ નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસમાંથી ટિકિટ આપ્યા બાદ અન્ય એક ઉમેદવારને ટિકિટ ન મળતા છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું ન હતું.

મોડે સુધી વર્ગીકરણ, 8મીએ ચકાસણી, 9મીએ ઉમેદવારી પરત ખેંચી શકાશે
ઉમેદવારો સવારે 10 વાગ્યાથી કેટલાક ઉમેદવારો સમર્થકો સાથે પહોંચી ગયા હતા. બપોરે 3 લાગ્યા સુધીમાં કુલ 1182 ઉમેદવારી પત્ર ભરાયા હતા. શુક્રવાર સુધીમાં 135 ફોર્મ ભરાયા હતા. ચૂંટણીમાં કુલ 1317 ઉમેદવારીપત્ર ભરાયા છે. મોડી રાત સુધી તેના વર્ગીકરણની કામગીરી કરવી પડી હતી. તા.8મીએ સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી તા.9મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.

સિટીપ્રાંતની કચેરીએ 290 મિનિટમાં રેકોર્ડ બ્રેક 83 ફોર્મ સ્વીકાર્યા
ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ટૂંકાગાળામાં જ 83 ઉમેદવારી ફોર્મ ફટાફટ સ્વીકારવામાં આવ્યા હતા. સિટી પ્રાંતની કચેરી ખાતે વોર્ડ નં.14 ઉમરવાડા-માતાવાડી અને વોર્ડ ન .19 આંજણા-ડુંભાલ વોર્ડના ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી હતી. આ કચેરીમાં કુલ 290 મિનિટના સમયમાં 83 ઉમેદવારીપત્રો સ્વીકારાયા હતા.

વોર્ડ નં.29-30ની કચેરીએ છેલ્લી 5 મિનિટમાં ચાર ફોર્મ સ્વીકારાયા
સુરત જિલ્લા સેવાસદન-2, અઠવાલાઇન્સ ખાતે આવેલી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી અધિકારીએ વોર્ડ ન .29 અને 30ના 4 ઉમેદવારોના ફોર્મ છેલ્લી 5 મિનિટમાં સ્વીકાર્યા હતા. 3 વાગ્યામાં 5 મિનિટ બાકી હતી ત્યારે 4 ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યા હતા. હજુ પાંચ મિનિટ બાકી હોવાથી રિટર્નિંગ ઓફિસરે ચારેય ઉમેદવારોના ફોર્મ લઈ લીધા હતા.

60 કરતાં વધુ ઉંમર હોય વોર્ડ નં.25માં પ્રકાશ વાકોડિકરની ટિકીટ કપાઇ
​​​​​​​વોર્ડ નં. 25 માં પ્રકાશ વાકોડિકરને ભાજપે ટિકીટ ફાળવી હતી પરંતુ તેમની ઉંમર 60 કરતાં વધુ હોય તેમને સ્થાને ભુષણ મુરલીધર પાટિલને ટિકીટ અપાઇ છે. પ્રકાશની ટિકીટ કપાતાં તેમના પરિવારમાં પત્ની કાંતાબેન ગજાનન વાકોડિકરને ટિકીટ આપવામાં આવી હતી. ભુષણ પાટિલની પત્ની ખુશ્બુ ભુષણ પાટીલની ટિકિટ કાપી તેમના સ્થાને કાંતાબેન વાકોડિકરને અપાઈ હતી.

કઠોદરામાં માજી સરપંચની ટિકિટ કપાતાં અપક્ષના કેડે
નવાં સમાવિષ્ટ વિસ્તારોમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. વોર્ડ નં-3માં સમાવાયેલા કઠોદરા અને લસકાણા વિસ્તારમાં કઠોદરાના કાર્યકર હિતેશ લાઠીયાએ કહ્યું કે, આયાતી ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. નવાં વિસ્તારોમાંથી એક પણ નેતાની પસંદગી કરાઇ નથી. તેમણે ઉમેર્યું કે, શનિવારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે છેવાડાના અને નવા વિસ્તારો પૈકી કઠોદરાના માજી સરપંચ ઇશ્વર આહીર તેમજ લસકાણાના સક્રિય કાર્યકર ગેમર રબારીએ પાર્ટીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાં હતાં.

ભાજપના માજી કોર્પોરેટર ઇ.કે.પાટિલ આપના થયાં
ભાજપાના બે માજી કોર્પોરેટરોએ 1500 કાર્યકર્તાઓ-સમર્થકો સાથે ભાજપામાંથી છેડો ફાડી દીધો છે અને આપ પક્ષમાંથી પેનલ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જૂના કાર્યકર્તાઓને મહત્ત્વ નહીં આપી ઓળખતું પણ ન હોય તેવા નવા જ નિશાળિયાઓને ટિકિટ ફાળવી દેવાઇ છે. વોર્ડ બહારનાને ઠોકી બેસાડાયા હોવાનો બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. માજી કોર્પોરેટર ઇ.કે.પાટિલે આપ પક્ષમાંથી વોર્ડ નંબર-વોર્ડ-28 પાંડેસરા-ભેસ્તાનમાંથી ફોર્મ ભર્યું છે. તો બીજા માજી કોર્પોરેટર રંજનાસિંહ રાજપૂતે પણ આપમાં જોડાઇ ગયાં છે.

ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાની ફરિયાદ સાથે પૂર્વ પ્રમુખ ઘરણા પર બેસી ગયા
​​​​​​​શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પર ઘરણાં કરવા બેસી ગયા હતા. ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો હોવાનો બળાપો પ્રજાપતિએ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની ટિકિટ ફાળવણીથી નારાજ 2 ઈસમોએ મક્કાઈપુલ કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ મચાવી હતી. કોંગ્રેસના બૅનરોમાં કાણા પાડી ફાડવાનો પ્રયાસ કર્યો હતો.

હું રાજકારણની લૈલા, અસ્તિત્વ ઉભું કરવા આવ્યો છું : ઓવૈસી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. તેવામાં જ આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન કરીને ખેંચ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ઓવૈસીએ સુરત એરપોર્ટ પર કહ્યું કે, અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યાં છીએ.

અમારું ગઠબંધન થયું હોવાથી હવે અમે અહિં પણ અમારૂં અસ્તિત્વ ઉભું કરીશું. તે સાથે તેણે વધુમાં કહ્યું હતું કે, ભાજપને જીતાડવાના અમારા પર આરોપ લાગે છે તે તદ્દન ખોટા છે અમારી ગેરહાજરીમાં પણ ત્રણ દાયકાથી અહીં ભાજપ જીતે છે. હું રાજકારણની લૈલા છું. બધા જ મને ચાહે છે. ગુજરાતના લોકો પણ અમને પ્રેમ આપશે અને અમે જીતીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે ભાજપને ફાયદો કરાવવા કે કોંગ્રેસને નુકસાન કરાવવા માટે રાજકારણમાં નથી આવ્યા અમે તો અમારૂં અસ્તિત્વ ઉભું કરવા માટે રાજકારણમાં આવ્યા છીએ.

આગામી સમયમાં અમે ગુજરાતમાં પણ અમારી વાત રજૂ કરીશું લોકોને પ્રેમ અમને પણ મળશે તે વાત ચોક્કસ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, અમે ગુજરાતમાં પહેલી વખત આવ્યા છીએ. અમારો પક્ષ નવો છે ગુજરાત માટે એટલે બીટીપી સાથે વિચારધારાનું ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છીએ અમે આશા રાખીએ છીએ કે અમને જીત મળશે. ભરૂચ બાદ અમદાવાદમાં પણ લોકોને મળીને સભા સંબોધવામાં આવશે તેમ ઓવૈસીએ કહ્યું હતું.

ભાજપના રાજકારણ પર ઝાડું ચલાવવાનો વખત આવી ગયો છે
AAPના રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્ય સભાના સાંસદ સંજયસિંહને સ્ટાર પ્રચારક તરીકે સુરત લવાયા છે. ફુલપાડા, વરાછામાં શનિવારે સભામાં કહ્યું કે, ‘30 વર્ષ ચાલતી ભાજપાની રાજનીતિ પર ઝાડું ચલાવવાનો વખત આવી ગયો છે.

MLAએ ફોન પર કહ્યું, જલદી આવો નહીંતર ટિકિટ બીજાને આપી દઈશ
એક ધારાસભ્યે ફોન પર કહી દીધું હતું કે, જલદી આવો નહીંતર ટિકિટ બીજાને આપી દઈશ. પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે દોડધામ દેખાઈ હતી. ધારાસભ્યોને તેમના વિસ્તારના વોર્ડની જવાબદારી સોંપાઈ હતી, જેમાં ઉધના વિસ્તારના ધારાસભ્ય વિવેક પટેલ છેલ્લી ઘડીએ દોડતા જોવા મળ્યા હતા. વોર્ડ નં. 30નાં ભાજપના મહિલા ઉમેદવાર પિયૂષાબેન પટેલ બપોરે 1 વાગ્યા સુધી પણ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ન આવતા ધારાસભ્ય અકળાયા હતા.

વોર્ડ નં-11 અડાજણ-ગોરાટની બાકી 1 બેઠક જૈન વાવ સમાજના કેતન મહેતાને
વોર્ડ નંબર-11 અડાજણ-ગોરાટની એકમાત્ર બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં રહી જતાં વિવાદ સર્જાયો હતો. પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ સહિતના ઘણાં સિનિયરોને પાર્લામેન્ટરી બોર્ડના 3 ટર્મનો નિયમ આડે આવ્યો હતો. જોકે, આ બેઠક પર જુથવાદ પણ ગરમાયો હતો.

આખરે ચારથી પાંચ વ્યક્તિના નામો મંગાવાયા હતાં અને ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પૂર્વે મોડી રાત્રી સુધી કોને ટિકિટ ફાળવવી એ અંગે ભારે કશ્મકશ સર્જાઇ હતી. આખરે મોડી રાત્રે નિરવ શાહના ગઢ એવા દિપા કોમ્પલેક્ષમાં રહેતાં જૈન વાવ સમાજના કેતન મહેતા પર કળશ ઢોળાયો હતો.

રાજકીય આગેવાનો અને કાર્યકરોને સમજાવતા પોલીસને નાકે દમ આવ્યો
ફોર્મ ભરવાના આખરી દિવસે રાજકીય પાર્ટીઓ અને કાર્યકરોનો જમાવડો થવાની આશંકાને લીધે ફોર્મ ભરવાના સ્થળોએ પોલીસે પહેલા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા આવતા પોલીસને પસીનો પડ્યો હતો.

મોડી સાંજે સરથાણામાં પાસની મીટિંગ ચૂંટણીની રણનીતિ તૈયાર કરાઈ
સુરતમાં કોંગ્રેસે પાસ નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી ન કરતા ધમાસાણ મચ્યું હતું.વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના વિલાસ ધોરાજિયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો હતો.સાંજે પાસની મિટિંગમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડનાર પાટીદાર ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે તેવું ધાર્મિકે કહ્યું હતું.

સુરતમાં નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ, પૂર્વ પ્રમુખ ધરણાં પર બેઠા
સુરત મનપાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના આખરી દિવસે ભારે ઉહાપોહ જોવા મળ્યો હતો. ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ થયેલા છૂટક વિરોધ બાદ કોંગ્રેસમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પર ઘરણાં કરવા બેસી ગયા હતા. ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો હોવાનો બળાપો પ્રજાપતિએ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશનો હુંકાર, સિંહની ગર્જના થાય ત્યારે ફટાફટ રસ્તો ખાલી થઈ જાય છે
ભાજપથી સાઈડ લાઈન કરાયેલા અલ્પેશ ઠાકોર દાંતીવાડાના ઝાત ભાડલી ગામમાં સ્નેહમિલનમાં સમારોહમાં હુંકાર વ્યક્ત કરતા ઓગડનાથ મહારાજના મંદિરથી ફરી ક્રાતીકારી ચેતના યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી બીજી ઇનિંગ શરૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે સિંહની ગર્જના થાય ત્યારે ફટાફટ રસ્તો ખાલી થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો