તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 114 Year Old Billimora Waghai Narrow Gauge Train Resumes With AC Tourist Coach, General Tickets Will Be Available On The Train Only, Booking For AC

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઐતિહાસિક ટ્રેન પ્રથમ દિવસે બીલીમોરાથી સમયસર ઉપડી, ઠેર-ઠેર સ્વાગતથી વઘઈ દોઢ કલાક મોડી પહોંચી

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ તસવીર ડુંગરડા સ્ટેશન પાસેની નદીની અંદરથી લીધી છે. 1971માં આ જ સ્થળે ‘આપ આયે બહાર આયી’ ફિલ્મનું શુટિંગ થયું હતું. - Divya Bhaskar
આ તસવીર ડુંગરડા સ્ટેશન પાસેની નદીની અંદરથી લીધી છે. 1971માં આ જ સ્થળે ‘આપ આયે બહાર આયી’ ફિલ્મનું શુટિંગ થયું હતું.
 • 11 કરોડના ખર્ચને લીધે કાયમી બંધ કરવાની જાહેરાત હતી પણ લોકોની લડતથી ટ્રેન ફરી શરૂ થઈ
 • દક્ષિણ ગુજરાતની એકમાત્ર નેરોગેજ ટ્રેન સુરત, નવસારી અને ડાંગ 3 જિલ્લાને જોડે છે
 • પ્રથમ દિવસે જ રૂ. 9475ની આવક, AC કોચ ભાજપના કાર્યકરોથી ખીચોખીચ ભર્યો

સુરત, નવસારી, ડાંગ જિલ્લાને જોડતી 114 વર્ષ જૂની બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનને શનિવારે એક વર્ષ પછી સાંસદ સી.આર. પાટીલે લીલીઝંડી બતાવી ફરી પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે રૂ. 9475ની આવક થઈ હતી. આ ટ્રેનમાં પહેલીવાર એસી ટૂરિસ્ટ કોચ જોડાયો છે. શનિવારે ભાજપના કાર્યકરોથી આ કોચ ભરી દેવાયો હતો.

જનરલ કોચની ટિકિટ ટ્રેનમાં મળશે જ્યારે એસી કોચનું બુકિંગ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. 11 કરોડના ખર્ચને લીધે ટ્રેન કાયમી બંધ કરવાની જાહેરાત કરી હતી પણ લોકોની લડતથી ટ્રેન શરૂ થઈ. બીલીમોરાથી સમયસર ઉપડેલી ટ્રેનનું વચ્ચેના 12 સ્ટેશનો પર ઠેર-ઠેર સ્વાગત થતા દોઢ કલાક મોડી વઘઈ પહોંચી હતી.

ફિલ્મનું શુટિંગ જોવા અમે ડુંગરડા ગયા હતા: સ્થાનિકો
વાંસદાના વનપંડિત અનુપસિંહ સોલંકીએ કે, આ ટ્રેનમાં 1970માં કાળાઆંબા ડુંગરડા વચ્ચેના પુલ ઉપર ટ્રેન સાથે ‘આપ આયે બહાર આયી’ ફિલ્મનું શુટીંગ થયું હતું. અમે જોવા ગયા હતા. ઉનાઇના હસમુખ પટેલે કહ્યું કે, ટ્રેનમાં પુલ પર ટ્રેન સાથે ફિલ્મનું શુટિંગ જોવા અમે ઉનાઈથી ચાલતા ગયા હતા. 30 વર્ષ સુધી આ ટ્રેનમાં મેં અપડાઉન કર્યું છે.

એસી વિસ્ટા કોચની વિશેષતા

 • 4 ટનનું એસી ફિટ કરાયું
 • આદિવાસીઓની ઓળખસમી વારલી પેઇન્ટિંગથી કોચ શણગારાયો
 • નાસ્તાના ટેબલ ધરાવતી 15 સીટ
 • એટેન્ડન્ટને બોલાવવા કોલબેલ
 • 7 દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડશે

આદિવાસીઓના આર્થિક ઉત્થાન માટે ગાયકવાડે ટ્રેન શરૂ કરી હતી
મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ.સ.1892માં બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલવે લાઈન નાંખીને આ ટ્રેન શરૂ કરાવી હતી. ગાયકવાડનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે, આ ટ્રેનના માધ્યમથી ગરીબ આદિવાસી પ્રજા શહેરી વિસ્તારો સાથે સંપર્કમાં આવે, રીત-રિવાજો જાણે તથા નાના મોટા કામધંધા કરી શકે. આઝાદી પહેલાં તે GBSR (ગાયકવાડી બરોડા સ્ટેટ રેલવે) હેઠળ આવતી હતી, જ્યારે બાદમાં તેને પશ્ચિમ રેલવેમાં સમાવી લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...