ગૃહમંત્રીના હુંકાર બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસે લીધેલા પગલા અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કહ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રીએ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. જેથી પઠાણી ઉઘરાણી કરનારા અને માનસિક ત્રાસ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2022 માં વ્યાજખોરો ના 53 કેસો કરાયા જેમાં 73 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી. ત્યારે નવા વર્ષ ના 10 જ દિવસ માં 103 કેસો કરાયા છે. 85 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ છે. એક જ દિવસ માં 49 કેસો દાખલ કરી 34 ની અટકાયત કરાઈ છે.
સમગ્ર રાજ્યમાં કાર્યવાહી
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયાં છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે. તે ઉપરાંત નાંણા લેનાર લોકોને થતી હોરાનગતિઓ પણ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે.
15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ
સુરતમાં આજે વ્યાજખોરો સામે પોલીસ તવાઈ બોલાવી હતી. પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુરતના ઝોન પાંચમાં 30 ગુના દાખલ કર્યાં છે.સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધ્યા
સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું હતું કે, વ્યાજખોરો સામેની ડ્રાઈવ આમ તો 2022ના ઓક્ટોબર મહિનાથી ચાલુ છે. પરંતુ લોકો સામે નહીં આવતાં છેવટે સરકાર તરફથી આ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધવામાં આવ્યા હતાં અને 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે 2023ના જાન્યુઆરીમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરતાં જ 10 દિવસમાં 103 ગુનાઓ નોંધીને 111 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.