તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:પાલિકાની સ્કૂલોમાં ધોરણ 11માં પ્રવેશ માટે બેઠક કરતા 1100 ફોર્મ વધુ ભરાયા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલી વખત પાલિકાની સ્કૂલોમાં ધો. 11 અને 12નો અભ્યાસ શરૂ કર્યો છે
  • 12 સ્કૂલોમાં 1800 બેઠક સામે 2962 પ્રવેશ ફોર્મ ભરાઇ ગયા

પાલિકા સંચાલિત સુમન હાઇસ્કૂલમાં ધો.11માં પ્રવેશ માટે પડાપડી થઇ છે. 12 સ્કૂલોમાં કુલ 24 વર્ગને મંજૂરી મળતાં 1800 બેઠક સામે 2962 પ્રવેશ ફોર્મ જમા થયા છે. જેથી અંદાજે 1100થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળી શકશે. સુમન હાઇસ્કૂલના જ ધો.10માં 4500 વિદ્યાર્થીઓ માસ પ્રમોશનમાં પાસ થયા હતા. જેમાં ધો.11માં પ્રવેશ માટે 2962 પ્રવેશ ફોર્મ ભરાયા એમાં મોટાભાગના સુમન શાળાના જ વિદ્યાર્થીઓ છે.

હવે આ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ગ્રાન્ટેડ અથવા ખાનગી શાળામાં વલખા મારવા પડશે. કારણ કે, રાજ્ય સરકારે કોરોના મહામારીને લઇ ધો.10માં માસ પ્રમોશન આપતા ગ્રાન્ટેડ અને ખાનગી શાળામાં ધો.11માં તમામ વર્ગો ફૂલ થઇ ગયા છે. જેથી ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય એવી સ્થિતિ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ગદીઠ 65 વિદ્યાર્થીઓને મંજૂરી હોઇ છે.

જો કે ધો.10માં માસ પ્રમોશનને લઇ ધો.11માં વર્ગો ફૂલ થઇ ગયા છે. જેથી શિક્ષણ વિભાગે વર્ગદીઠ 75 વિદ્યાર્થીઓને બેસાડવા મંજૂરી આપી હતી. તેમ છતાં મર્યાદિત જ બેઠક હોવાથી ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનો નથી ત્યારે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કોઇ વ્યવસ્થા ઉભી કરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...