વેપારી સંગઠનના પ્રમુખનું નિવેદન:‘GST લાગુ થયાના 4 વર્ષમાં 1100 ફેરફારો કરાયા પણ વેપારીઓને ભૂલ સુધારવા 1 તક નથી અપાતી’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેશના વેપારી સંગઠન ‘CAIT’ના પ્રમુખે કહ્યું, ‘આતંકી કસાબને પણ બોલવાનો મોકો અપાયો હતો’
  • 5% ઠગોને કારણે વ્યવસ્થિત બિઝનેસ કરતા 85% લોકો ભોગ બની રહ્યા છે

‘જીએસટીએ દેશની સૌથી જટીલ અને ખરાબ ટેક્સ કલેક્શન સિસ્ટમ છે. જીએસટીના 4 વર્ષ પછી વેપારીઓ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, આ એ જીએસટી નથી કે, જેના વિશે વાતો કરાતી હતી. જીએસટીમાં તમામ રાજ્યોની સરકાર દોષિત છે. કારણ કે, જીએસટીની સરળ પ્રણાલી માટે કોઈએ વાત કરી નથી. જીએસટીને કારણે વેપારીઓની મુશ્કેલી વધી છે, જેથી જીએસટી કાઉન્સિલ તેના પર ફરી રિવ્યુ કરે અને ખામીઓ સુધારે.’ કૈટ (કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન)ના પ્રમુખ પ્રવીણ ખંડેલવાલે રવિવારે સુરતની મુલાકાતમાં આ વાત કહી હતી.

પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, ‘જીએસટી લાગુ થયાના 4 વર્ષમાં 1100થી વધુ ફેરફાર કરાયા છે, પણ વેપારીથી ભૂલ થાય તો તેને ભૂલ સુધારવાનો 1 મોકો અપાતો નથી. શરતચૂકથી ભૂલ થઈ હોય, કમ્પ્યુટરમાં આંકડા ભૂલથી ખોટા નખાઈ ગયા હોય તો પણ તેને ભૂલ માનવામાં આવે છે. અધિકારીઓને વધારે પાવર આપી દેવાયા છે. કાયદો કહે છે કે, દોષિત હોય તેને પણ સાંભળવો જોઈએ. પરંતુ જીએસટીમાં વેપારીની ભૂલ થાય તો નંબર બ્લોક કરી દેવાય છે. કસાબ કરતાં પણ જીએસટી ખરાબ છે.

કસાબને પણ બોલવાનો મોકો આપવામાં આવ્યો હતો. પણ જીએસટીમાં સ્પષ્ટીકરણનું પ્રાવધાન જ નથી. ઈઝ ઓફ ડુઈંગની માત્ર વાતો છે. ફોર્મ એટલા કોમ્પ્લિકેટેડ છે કે, અધિકારીઓને પણ સમજાતા નથી. કાઉન્સિલ જીએસટીનો તાત્કાલિક રિવ્યુ કરે. સરકાર અને વેપારીઓ સામ સામે બેસીને તેની પર વાતચીત કરે. જીએસટીમાં ચીટિંગ કરનાર 5 ટકા સામે વ્યવસ્થિત બિઝનેસ કરતાં 85 ટકા લોકોને ભોગ બની રહ્યા છે.

કાપડ-ફૂટવેર પર 5 ટકા જ GST રાખવા રજૂઆત
દેશમાં 85 ટકા લોકો 1000 રૂપિયાથી સસ્તા કપડાં અને ફૂટવેર પહેરી રહ્યા છે. ત્યારે 1000ની નીચેની કિંમતવાળા કાપડ અને ફૂટવેર પર 5 ટકા જ જીએસટી રહે તે માટે કૈટ દ્વાર નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરવામાં આવશે તેવું પ્રવીણ ખંડેલવાલે વેપારીઓને જણાવ્યું હતું. જેને કારણે વેપારીઓની મુશ્કેલીઓ ઘટી શકે.

ઈ-કોમર્સ વેબસાઈટો પર ઘણી ગેરકાયદે પ્રવૃતિ શરૂ
ઈ-કોમર્સ દેશનો ભવિષ્યનો વેપાર છે, પરંતુ તેમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઈ-કોમર્સ કંપનીઓ બજારમાં મોનોપોલી ઉભી કરી રહી છે. તેમાં પણ બેન્ક અને બ્રાન્ડની સાંઠગાંઠ હોય છે. ઈ-કોમર્સ વેબસાઈટો પર ઘણી ગેરકાયદે પ્રવૃતિઓ થઈ રહી છે.’ - પ્રવીણ ખંડેલવાલ

સુરતથી નમકીન, અથાણા અને પ્રોસેસ ફૂડ રશિયા એક્સપોર્ટ કરાશે
સુરત : રશિયા અને યુક્રેનની યુદ્ધની સ્થિતિને લઈને થોડાં સમય પછી ખાવા પિવાની વસ્તુઓની શોર્ટ સપ્લાય થવાની શક્યતા છે. જેથી રશિયાના વેપારીઓ ભારત પાસે વસ્તુઓ માંગી રહ્યા છે. ત્યારે સુરતના વેપારીઓ સરળતાથી વસ્તુઓ રશિયામાં એક્સપોર્ટ કરી શકે અનેે તે માટે કૈટ દ્વારા સુરતના વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતના વેપારીઓ પ્રાથમિક તબક્કે નમકી, અથાણા અને પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ કરશે. યુ.કે., અમેરિકા અને યુરોપ જેવા દેશોએ રૂસ પર મૂકેલા પ્રતિબંધને કારણે ભારતમાંથી ખાસ કરીને ટેક્ષ્ટાઇલમાં ગારમેન્ટ, મશીન પાર્ટ્‌સ, ફૂડ, હાર્ડવેર અને ફૂટવેર વિગેરે ક્ષેત્રે એક્સપોર્ટ માટે તક છે. જેને લઈને સુરતના વેપારીઓ, ચેમ્બર તથા કેટ વચ્ચે ચર્ચા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...