પરવટ પાટીયાની ઘટના:માતાના માનેલા મામાનું 11 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાડોશીઓએ પકડી પાડ્યો

પર્વત પાટીયામાં ચાની દુકાન ચલાવતી મહિલાના માનેલા મામાએ મહિલાની 11 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. મહિલાની ફરીયાદના આધારે પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પર્વત પાટીયામાં રહેતા કોમલબેન(નામ બદલ્યું છે)ચાની દુકાન ચલાવે છે. અગાઉ તેમના પતિ ચાની દુકાન ચલાવતા હતા. જોકે 10 મહિના પહેલા પતિનું બીમારીના કારણે અવસાન થયા બાદ કોમલબેન પતિના ભાગીદાર ઉમેશ તલસાણીયા સાથે રહેતા હતા. ગત તા.29 ઓગસ્ટે ઉમેશભાઈએ પણ ઝેર પી આપઘાત કરી લીધો હતો. જેથી પતિ સાથે દોઢ વર્ષથી ચાની દુકાન પર કામ કરતા અને સાથે રહેતા માનેલા મામા દિનેશ મસાણી ચાની દુકાન ચલાવવામાં મદદ કરતો હતો.

જોકે પતિના અવસાનના બે માસ બાદ દિનેશ મસાણીએ તેમની 11 વર્ષીય પુત્રી નિર્ભયા(નામ બદલ્યું છે)ની છેડતી કરી હતી. જેની જાણ નિર્ભયાએ માતાને કરતા દિનેશને કાઢી મુક્યો હતો. જોકે ચાની હોટેલ ચલાવવવામાં તકલીફ પડતા કોમલે તેની માતાને વાત કરી હતી અને દિનેશને ફરીથી બોલાવ્યો હતો . દરમિયાન દિનેશે માસુમ નિર્ભયા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દિનેશ અવાર નવાર હોટેલ પરથી બહાનું કરી ઘરે જઈ નિર્ભયા સાથે દુષ્કર્મ આચરતો હોવાથી અાસપડોશમાં રહેતા યુવકોને જાણ થતા તેમણે તેને પકડી પાડ્યો હતો અને કોમલને જાણ કરી હતી. પુત્રીની પુછપરછ કરતા દિનેશ અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનું પુત્રીએ જણાવતા આખરે માતાએ ફરીયાદ નોંધાવી હતી. માતાની ફરીયાદના આધારે પુણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...